શોધખોળ કરો
Advertisement
આ દેશના ક્રિકેટરે સાથી ખેલાડી પર લગાવ્યો આરોપ, કહ્યું- મેચ ફિક્સ કરવા મોંઘી કારો અને કરોડો રૂપિયાની ઓફર આપી
પૂર્વ ફાસ્ટ બૉલરે કહ્યું કે ફિક્સિંગ વિરુ્દ્ધ ઉભા થવાના કારણે તેની કેરિયર ખતમ થઇ ગઇ. જાવેદે કહ્યું-જ્યારે મને ફિક્સિંગ વિશે ખબર પડી તો હુ તેની વિરુદ્ધ ઉભો થયો, અને મારી કેરિયર નાની થઇ ગઇ. જોકે મને પસ્તાવો નથી
રાવલપિંડીઃ પાકિસ્તાની ક્રિકેટ ટીમ હંમેશા ફિક્સિંગના આરોપોને લઇને ચર્ચામાં રહ્યાં કરે છે, પાકિસ્તાનની પૂર્વ ક્રિકેટર આકિબ જાવેદે મેચ ફિક્સિંગને લઇને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આકિબ જાવેદે પોતાની જ ટીમના પૂર્વ સાથી ખેલાડી સલીમ પરવેજ પર મેચ ફિક્સિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. આકિબે કહ્યું કે સલીમે તેને સટ્ટોડિયાઓ સાથે મળાવ્યો હતો.
એબીપી હિન્દી ન્યૂઝની વેબસાઇટ પર છપાયેલા અહેવાલ પ્રમાણે, આકિબ જાવેદે કહ્યું કે, ખેલાડીઓને મોંઘી કારો અને કરોડો રૂપિયાની ઓફર આપવામાં આવતી હતી. ક્રિકેટ પાકિસ્તાનના રિપોર્ટ પ્રમાણે જાવેદે કહ્યું કે, મોંઘી કારો અને કરોડો રૂપિયા ક્રિકેટરોને સોંપી દેવામાં આવ્યા, મને મેચ ફિક્સ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ કે જો મે તેનુ પાલન ના કર્યુ, તો મારી કેરિયર ખતમ થઇ જશે.
47 વર્ષના ખેલાડીઓ આગળ કહ્યું સલીમ પરવેજ નામના એક પૂર્વ ક્રિકેટરના માધ્યમથી ખેલાડીઓને મેચ ફિક્સિંગ પ્રસ્તાવોની સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. પરવેજે પાકિસ્તાન માટે 1980માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ એકમાત્ર વનડે મેચ રમી હતી, એપ્રિલ 2013માં પરવેજનુ નિધન થઇ ગયુ હતું.
પૂર્વ ફાસ્ટ બૉલરે કહ્યું કે ફિક્સિંગ વિરુ્દ્ધ ઉભા થવાના કારણે તેની કેરિયર ખતમ થઇ ગઇ. જાવેદે કહ્યું-જ્યારે મને ફિક્સિંગ વિશે ખબર પડી તો હુ તેની વિરુદ્ધ ઉભો થયો, અને મારી કેરિયર નાની થઇ ગઇ. જોકે મને પસ્તાવો નથી.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1992માં વર્લ્ડકપ જીતનારા પાકિસ્તાની ટીમમાં પણ જાવેદ રહી ચૂક્યો છે. બાદમાં 1998માં જાવેદે ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion