ENG vs AUS: શું ખેલ ભાવના માત્ર ભારતીયોને જ લાગુ પડે ? ઓસ્ટ્રેલિયાની આ હરકત પર ગૌતમ ગંભીરે ઉઠાવ્યા સવાલ
Cricket News: ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી લોર્ડ્સ ટેસ્ટ મેચમાં જોની બેયરસ્ટોના વિવાદાસ્પદ રન આઉટની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.
Gautam Gambhir: ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી લોર્ડ્સ ટેસ્ટ મેચમાં જોની બેયરસ્ટોના વિવાદાસ્પદ રન આઉટની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. ટેસ્ટના 5મા દિવસે બેરસ્ટો બેટિંગના સમયે એક બોલ છોડ્યા બાદ તેની ક્રિઝથી આગળ ગયો. તે જ સમયે વિકેટકીપર એલેક્સ કેરીએ તેને આઉટ કર્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ દ્વારા આ રીતે રનઆઉટ થયા બાદ તેને ટીકાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. હવે પૂર્વ ભારતીય ખેલાડી ગૌતમ ગંભીરે પણ કાંગારૂ ટીમ પર નિશાન સાધ્યું છે.
બેયરોસ્ટોની વિકેટ ટર્નિંગ પોઇન્ટ
જોની બેયરસ્ટોની વિકેટ આ મેચનો ટર્નિંગ પોઈન્ટ ગણી શકાય. જોકે આ પછી જ ઈંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સે એક છેડેથી આક્રમક બેટિંગ કરતા ટીમને જીત તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઈંગ્લેન્ડની ટીમ 327ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. બેયરસ્ટોની વિકેટ બાદ ઓસ્ટ્રેલિયન ટીમને પણ સ્ટેડિયમમાં હાજર દર્શકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું હતું.
ગંભીરે શું કર્યું ટ્વિટ
જોની બેયરસ્ટોની વિકેટ બાદ ગૌતમ ગંભીરે ટ્વિટ કરીને ઓસ્ટ્રેલિયન ટીમ પર નિશાન સાધ્યું હતું અને લખ્યું હતું કે હે સ્લેજર્સ… શું રમતની ભાવનાનો તર્ક તમને લાગુ પડે છે કે માત્ર ભારતીયોને જ?
Hey sledgers….does spirit of the game logic apply to u or is it just for Indians?
— Gautam Gambhir (@GautamGambhir) July 2, 2023
ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં 2-0થી લીડ મેળવી
ઓસ્ટ્રેલિયન ટીમે હવે એશિઝ શ્રેણી 2023માં 2-0થી લીડ મેળવી લીધી છે. લોર્ડ્સ ટેસ્ટ મેચમાં સ્ટીવ સ્મિથે બેટ વડે ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી, તો મિચેલ સ્ટાર્કે કુલ 6 વિકેટ લઈને બોલ વડે મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે બંને ટીમો વચ્ચે સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ 6 જુલાઈથી હેડિંગ્લે મેદાન પર રમાશે.
ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે પાંચ મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. હવે ત્રીજી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 જૂલાઈથી હેડિંગસે, લીડ્સ ખાતે રમાશે. યુવા લેગ સ્પિનર રેહાન અહેમદને હેડિંગ્લેમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં સ્થાન મળ્યું નથી. તેના સ્થાને સ્પિન ઓલરાઉન્ડર મોઈન અલીને ત્રીજી ટેસ્ટ માટે 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
બેન ડકેટ, જેક ક્રાઉલી, ડેન લોરેન્સ, ઓલી પોપ, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોની બેયરસ્ટો (વિકેટકીપર), સ્ટુઅર્ટ બ્રોડ, હેરી બ્રુક, જો રૂટ, જોશ ટોંગ, ઓલી રોબિન્સન, મોઈન અલી , ક્રિસ વોક્સ અને માર્ક વુડ.
Captains Pat Cummins and Ben Stokes shared opposing views on the dismissal of Jonny Bairstow in the second #Ashes Test.
— ICC (@ICC) July 3, 2023
Details ➡️ https://t.co/NVqtO6iDPe pic.twitter.com/AhMwl6WgYn