શોધખોળ કરો

Cricket: વર્લ્ડકપની વચ્ચે આ બૉલરે 6 બૉલમાં 6 વિકેટો ઝડપી બધાને ચોંકાવ્યો, બન્યો ઐતિહાસિક રેકોર્ડ

ઓસ્ટ્રેલિયાના થર્ડ ડિવિઝન ક્લબના ક્રિકેટર ગેરેથ મોર્ગને સ્થાનિક મેચ દરમિયાન છ બૉલમાં છ વિકેટ ઝડપી હતી

Gareth Morgan 6 Wickets in 6 Balls: ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે, તેમાં શું થશે તે અંગે કંઈ કહી શકાય નહીં. આ રમત વિશે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ક્રિકેટ એક એવી રમત છે જ્યાં આગાહી નિષ્ફળ જાય છે. આ ગેમની ખાસિયત એ છે કે તેમાં કશું જ અશક્ય નથી. હાલમાં જ ઓસ્ટ્રેલિયાના એક બૉલરે અશક્ય લાગતું કામ કરી બતાવ્યું છે. આ બૉલરે 6 બૉલમાં 6 વિકેટો લઈને આખી દુનિયાને ચોંકાવી દીધી છે.

ઓસ્ટ્રેલિયાના થર્ડ ડિવિઝન ક્લબના ક્રિકેટર ગેરેથ મોર્ગને સ્થાનિક મેચ દરમિયાન છ બૉલમાં છ વિકેટ ઝડપી હતી, જેના કારણે તેની ટીમ વિજય નોંધાવવામાં સફળ રહી હતી. મુદગેરાબા નેરાંગ અને ડિસ્ટ્રિક્ટ્સ ક્રિકેટ ક્લબના કેપ્ટન મોર્ગને શનિવારે ગૉલ્ડ કૉસ્ટ પ્રીમિયર લીગ ડિવિઝન થ્રી સ્પર્ધામાં સર્ફર્સ પેરેડાઇઝ સામે ચાર રનથી જીત મેળવવા માટે છ બૉલમાં છ વિકેટ ઝડપી હતી.

40 ઓવરની મેચમાં 179 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સર્ફર્સ પેરેડાઈઝની ટીમે છેલ્લી ઓવર પહેલા ચાર વિકેટે 174 રન બનાવી લીધા હતા. જોકે, મોર્ગને મેચના છેલ્લા છ બૉલમાં છ વિકેટ ઝડપી હતી અને પોતાની ટીમને ચાર રનથી વિજય અપાવ્યો હતો. સર્ફર્સના છેલ્લા પાંચ બેટ્સમેન પ્રથમ બૉલ પર ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા હતા અને ટીમ 174 રનમાં સમેટાઈ ગઈ હતી.

‘ABC.net.au’ મુજબ, બેટ્સમેનોએ છેલ્લી ઓવરના પહેલા ચાર બૉલ પર કેચ પકડ્યા જ્યારે છેલ્લી બે બેટ્સમેન બૉલ્ડ થયા. મૉર્ગને સાત ઓવરમાં 16 રન આપીને સાત વિકેટો ઝડપી હતી. મુદગેરાબાની ઇનિંગ દરમિયાન મોર્ગન 39 રન બનાવીને ટોપ સ્કૉરર પણ હતો.

એબીસીના રિપોર્ટ અનુસાર, પ્રૉફેશનલ ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નીલ વેગનર, બાંગ્લાદેશના અલ અમીન હૂસૈન અને ભારતના અભિમન્યૂ મિથુનના નામે છે, જેમણે એક ઓવરમાં પાંચ વિકેટો લીધી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Embed widget