ગાવસકરે 'મેન્ટર' ધોનીને ટીમ ઈન્ડિયાના ક્યા દિગ્ગજ સાથે ઝગડો ના થાય એવી પ્રાર્થના કરવા કહ્યું, જાણો શું છે કારણ ?
ભારતે ટી 20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન તેણે ધોનીને આ ટુર્નામેન્ટ માટે મેન્ટર બનાવવાની જાહેરાત પણ કરી હતી.
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકરે ભૂતપૂર્વ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીને આ વર્ષે આઈસીસી ટી 20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાના માર્ગદર્શક (મેન્ટર) તરીકે નિમણૂક કરવા પર ખુશી વ્યક્ત કરી છે. જોકે, તેમણે કહ્યું કે તેઓ આશાવાદી છે કે ધોની ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સાથે વ્યૂહરચના અને ટીમની પસંદગીને લઈને ટકરાશે નહીં.
ભારતે ટી 20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન તેણે ધોનીને આ ટુર્નામેન્ટ માટે મેન્ટર બનાવવાની જાહેરાત પણ કરી હતી. ગાવસ્કરે આ મુદ્દે કહ્યું કે, 'ભારતે ધોનીના નેતૃત્વમાં 2011નો વર્લ્ડ કપ જીત્યો હતો અને ચાર વર્ષ પહેલા 2007માં ટી -20 વર્લ્ડ કપ જીત્યો હતો. તેમની નિમણૂક ભારત માટે ફાયદાકારક રહેશે.’
તેમણે કહ્યું, 'એક સમય હતો જ્યારે તત્કાલીન કોચ જોન રાઈટ થોડા નર્વસ હતા. તેણે વિચાર્યું કે હું તેની જગ્યા લઈશ. પરંતુ શાસ્ત્રી જાણે છે કે ધોનીને કોચિંગમાં ઓછો રસ છે. જો ભાગીદારી સારી રીતે ચાલશે તો ભારતને તેનો ફાયદો થશે.
ગાવસ્કરે કહ્યું, 'જો વ્યૂહરચના અને ટીમની પસંદગીમાં થોડો તફાવત હોય તો તે ટીમને અસર કરી શકે છે. પરંતુ ધોનીની નિમણૂક ટીમ ઈન્ડિયા માટે મોટું પ્રોત્સાહન છે. તેની પાસે ઘણો અનુભવ છે અને તે બધું જાણે છે. જ્યારે ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય હતો ત્યારે તેના કરતા મોટો કોઈ ખેલાડી નહોતો.’
ભૂતપૂર્વ કેપ્ટને કહ્યું, "ધોનીની નિમણૂક એક સારા સમાચાર છે પરંતુ હું માત્ર પ્રાર્થના કરું છું કે કોઈ સંઘર્ષ ન થાય." ગાવસ્કરે કહ્યું કે તેમને શંકા છે કે વરિષ્ઠ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને અંતિ પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આપશે કે નહીં. અશ્વિને જુલાઈ 2017થી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી.”
નોંધનીય છે કે, ગયા વર્ષે 15 ઓગસ્ટના રોજ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ધોનીની નિવૃત્તિની ઘોષણાએ વિશ્વ ક્રિકેટને આશ્ચર્યચકિત કરી દીધું હતું અને ત્યારથી તેણે એક વખત પણ તેના વિશે વાત કરી નથી. ધોનીએ ભારત માટે અનુક્રમે 90 ટેસ્ટ, 350 વનડે અને 98 ટી 20 આંતરરાષ્ટ્રીયમાં 4876, 10773 અને 1617 રન બનાવ્યા છે.