GG-W Vs MI-W WPL 2023: WPLની પ્રથમ મેચમાં મુંબઇએ ગુજરાતને આપી કારમી હાર, 143 રનથી જીતી મેચ
મુંબઈ ઈન્ડિયન્સે વુમન્સ પ્રીમિયર લીગની ધમાકેદાર શરૂઆત કરી. તેણે પ્રથમ મેચમાં ગુજરાત જાયન્ટ્સને 143 રનથી હરાવ્યું હતું
મુંબઈ ઈન્ડિયન્સે વુમન્સ પ્રીમિયર લીગની ધમાકેદાર શરૂઆત કરી. તેણે પ્રથમ મેચમાં ગુજરાત જાયન્ટ્સને 143 રનથી હરાવ્યું હતું. મુંબઈની મજબૂત ટીમ સામે ગુજરાતના ખેલાડીઓ નિષ્ફળ રહ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરની તોફાની અડધી સદી અને સાયકા ઈશાકની શાનદાર બોલિંગની મદદથી ટીમને જીત અપાવી હતી. ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ 20 ઓવરમાં પાંચ વિકેટે 207 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 15.1 ઓવરમાં 64 રન જ બનાવી શકી હતી.
The @ImHarmanpreet-led @mipaltan are off the mark in the #TATAWPL in style! #MI win the opening game against #GG by 143 runs 👏👏#TATAWPL | #GGvMI pic.twitter.com/W8GnPXpb4D
— Women's Premier League (WPL) (@wplt20) March 4, 2023
મુંબઈ તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ 65 રન બનાવ્યા હતા. તેણે 30 બોલની ઈનિંગમાં 14 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓપનર હીલી મેથ્યુઝે 31 બોલમાં 47 અને અમેલિયા કેરે 24 બોલમાં અણનમ 45 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી સ્નેહ રાણાએ સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. જ્યારે ગુજરાત માટે માત્ર દયાલન હેમલતા અને મોનિકા પટેલ જ ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા. હેમલતાએ 23 બોલમાં અણનમ 29 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી સાઈકા ઈશાકે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.
આ પહેલા ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન બેથ મૂનીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટે 207 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ રન બનાવ્યા હતા. હરમનપ્રીત કૌરે 30 બોલમાં 65 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓપનર હેલી મેથ્યુઝે 31 બોલમાં 47 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 4 સિક્સર ફટકારી હતી.
મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનોની ઝડપી ઈનિંગ્સ
આ સિવાય અમેલિયા કેર 24 બોલમાં 45 રન બનાવીને અણનમ પરત ફરી હતી. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. સાયવર બ્રન્ટે 18 બોલમાં 23 રન બનાવ્યા હતા. જ્યારે પૂજા વસ્ત્રાકરે 8 બોલમાં 15 રનનું યોગદાન આપ્યું હતું.
ગુજરાત જાયન્ટ્સ તરફથી સ્નેહ રાણાએ સૌથી વધુ વિકેટ લીધી હતી. સ્નેહ રાણાએ 4 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય એશ્લે ગાર્ડનર, તનુજા કંવર અને જ્યોર્જિયા વેરહેમને 1-1થી સફળતા મળી હતી.