શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલે ભારતીય અંદાજમાં ફિયાન્સી વિની રમન સાથે કરી સગાઇ
વિનીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની સગાઇની ફોટો શેર કરી હતી.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે એક વાર ફરી સગાઇ કરી છે. ગયા મહિને સગાઇ કરનારા મેક્સવેલે ફરીવાર ભારતીય અંદાજમાં પોતાની ફિયાન્સી વિની રમન સાથે સગાઇ કરી હતી. વિની રમને આ સગાઇની તસવીરો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. મેક્સવેલે ભારતીય મૂળની પોતાની ગર્લફ્રેન્ડ વિની રમન સાથે કેટલાક સમય અગાઉ સગાઇ કરી હતી અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
મેક્સવેલ અને વિની લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. વિનીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની સગાઇની ફોટો શેર કરી હતી. ગ્લેન મેક્સવેલને તાજેતરમાં સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં પસંદ કરાયો હતો પરંતુ તે સર્જરી કરાવવા માટે ટીમની બહાર થઇ ગયો.
વિની રમન દ્ધારા શેર કરાયેલી આ તસવીરમાં કપલ ભારતીય પહેરવેશમા જોવા મળી રહ્યા છે. મેક્સવેલે ટ્રેડિશનલ અંદાજમાં શેરવાની પહેરી છે. વિનીએ તસવીર શેર કરતા લખ્યું કે, આ તેમની ઇન્ડિયન સ્ટાઇલની સગાઇની તસવીરો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement