GT vs DC, IPL 2023 Live: દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઈટન્સને 5 રનથી હરાવ્યું
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023માં આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો છે. ગુજરાત ટાઇટન્સ અત્યારે આઇપીએલ પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે.
Background
IPL 2023, Match 44, GT vs DC: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023માં આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો છે. ગુજરાત ટાઇટન્સ અત્યારે આઇપીએલ પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે. દિલ્હી કેપિટલ્સનો નંબર છેલ્લેથી પહેલો એટલે કે પૉઇન્ટ ટેબલમાં છેક તળીયાનો છે. ગુજરાતે અત્યાર સુધી કુલ 8માંથી 6 મેચ જીતી છે. તો દિલ્હીને તેની 8 મેચમાંથી 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.
ગુજરાત ટાઇટન્સ આજની મેચ જીતીને પ્લેઓફમાં પહોંચવાની કોશિશ કરશે. આજની મેચ દિલ્હી માટે ખુબ જ મહત્વપૂર્ણ રહેશે. આજની હારથી તેનો પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો એકદમ બંધ જ થઈ જશે. આવામાં દિલ્હી ટૂર્નામેન્ટની નંબર 1 ટીમ સામે કેટલું દબાણ બનાવી શકે છે તે જોવું રસપ્રદ રહેશે. પંતની ગેરહાજરીમાં આ વખતે ડેવિડ વૉર્નર ટીમની કમાન સંભાળી રહ્યો છે. પરંતુ ધારી સફળતા ટીમને અપાવવામાં નિષ્ફળ રહ્યો છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચની વાત કરીએ તો, અહીં સિઝનમાં બેટ્સમેનોને ઘણી મદદ મળી રહી છે. અહીં ઢગલાબંધ રન બની રહ્યાં છે. આજે પણ ફરી એકવાર અહીં રનોનો વરસાદ થઇ શકે છે. જોકે બંને ટીમોનું બૉલિંગ પાવર શાનદાર છે, પરંતુ શક્ય છે કે અગાઉની મેચોની સરખામણીમાં આ વખતે રન થોડા આછો બની શકે છે.
દિલ્હીએ ગુજરાતને પાંચ રનથી હરાવ્યું હતું
IPL 2023ની 44મી મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને પાંચ રનથી હરાવ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 125 રન બનાવી શકી હતી.
ગુજરાતને જીત માટે 18 બોલમાં 37 રનની જરુર
ગુજરાતને જીત માટે 18 બોલમાં 37 રનની જરુર છે. હાર્દિક પંડ્યા અને અભિનવ મેદાનમાં છે. હાર્દિક પંડ્યાએ શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે.




















