શોધખોળ કરો

IPL 2026: રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાતની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, ગિલની સદી

RR Vs GT: ગુજરાત તરફથી કેપ્ટન શુભમન ગિલે શાનદાર 104 રનની કેપ્ટનશીપ ઇનિંગ રમી હતી. તેની સાથે જ સાઈ સુદર્શને પણ 58 રનનું યોગદાન આપ્યું હતું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું.
  • શુભમન ગિલે 47 બોલમાં સદી ફટકારી, ટીમ ફાઇનલમાં.
  • વૈભવ સૂર્યવંશીએ 96 રન, 700 રન પાર કરનાર પ્રથમ અનકેપ્ડ.
  • RCB સામે 31 મેએ અમદાવાદમાં ફાઇનલ મેચ રમાશે.

IPL 2026: આઈપીએલ 2026 ના ક્વોલિફાયર-2 માં શુક્રવારે (29 મે) મુલ્લાંપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ યોજાઈ હતી. જેમાં ગુજરાત ટાઇટન્સે એકતરફી અંદાજમાં 7 વિકેટે જીત મેળવી હતી. ગુજરાતની ટીમ હવે 31 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2026 ની ફાઇનલ મેચ રમશે.

ગુજરાત તરફથી કેપ્ટન શુભમન ગિલે શાનદાર 104 રનની કેપ્ટનશીપ ઇનિંગ રમી હતી. તેની સાથે જ સાઈ સુદર્શને પણ 58 રનનું યોગદાન આપ્યું હતું. શુક્રવારે રમાયેલી આ મેચમાં રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાન રોયલ્સે પહેલા બેટિંગ કરતા વૈભવ સૂર્યવંશીના 96 રનની મદદથી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 214 રનનો સ્કોર ખડો કર્યો હતો.

આ પણ વાંચો...સુનિલ ગાવસ્કરે પસંદગીકારો પાસે કરી મોટી માંગ, જાણો કઈ સિરીઝ માટે વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવા કહ્યું

ગિલે રાજસ્થાન સામે માત્ર 47 બોલમાં પોતાની સદી પૂરી કરી

શુભમન ગિલે ગુજરાત ટાઈટન્સ માટે IPLની સૌથી ઝડપી સદી ફટકારી દીધી છે. તેણે આ સિદ્ધિ રાજસ્થાન રોયલ્સ સામે ક્વોલિફાયર 2 મેચમાં હાંસલ કરી હતી. ગિલે રાજસ્થાન સામે માત્ર 47 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. સદી પૂરી કરવા સુધીમાં ગિલે આ ઐતિહાસિક ઇનિંગમાં 15 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. શુભમન ગિલના IPL કરિયરની આ કુલ પાંચમી સદી છે.

વૈભવ 700 રનનો આંકડો પાર કરનાર પ્રથમ અનકેપ્ડ ખેલાડી બન્યો

IPLના 19 વર્ષના ઇતિહાસમાં કોઈ પણ ખેલાડીએ એક જ સીઝનમાં વૈભવ સૂર્યવંશીના રેકોર્ડ જેટલા રેકોર્ડ તોડ્યા નથી. જ્યારે વૈભવ સૂર્યવંશીએ પહેલાથી જ એક જ સીઝનમાં અનકેપ્ડ ખેલાડી તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે, ત્યારે તેણે હવે IPLમાં એક જ સીઝનમાં 700 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ અનકેપ્ડ ખેલાડી બનીને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તે એક જ સિઝનમાં 700 કે તેથી વધુ રન બનાવનાર માત્ર પાંચમો ભારતીય ખેલાડી છે. વિરાટ કોહલીએ આ સિદ્ધિ બે વાર હાંસલ કરી છે, જ્યારે સાઈ સુદર્શન, સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલે એક-એક વાર આ સિદ્ધિ મેળવી છે.

રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, દાસુન શનાકા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નંદ્રે બર્ગર, બ્રિજેશ શર્મા, યશ રાજ પુંજા.     

ગુજરાત ટાઇટન્સ પ્લેઈંગ ઈલેવન:  સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાશિદ ખાન, રવિશ્રીનિવાસન સાઇ કિશોર, કાગીસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.

Frequently Asked Questions

IPL 2026 ની ક્વોલિફાયર-2 મેચ ક્યારે અને ક્યાં રમાઈ હતી?

IPL 2026 ની ક્વોલિફાયર-2 મેચ શુક્રવારે (29 મે) મુલ્લાંપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી.

ક્વોલિફાયર-2 મેચમાં કઈ ટીમે જીત મેળવી અને ફાઇનલમાં કોની સામે રમશે?

ગુજરાત ટાઇટન્સે ક્વોલિફાયર-2 મેચ 7 વિકેટે જીતી હતી. તેઓ હવે 31 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ફાઇનલ રમશે.

ક્વોલિફાયર-2 મેચમાં રાજસ્થાન રોયલ્સે કેટલા રન બનાવ્યા હતા?

રાજસ્થાન રોયલ્સે પહેલા બેટિંગ કરતા વૈભવ સૂર્યવંશીના 96 રનની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 214 રન બનાવ્યા હતા.

શુભમન ગિલે રાજસ્થાન રોયલ્સ સામે કયો રેકોર્ડ બનાવ્યો?

શુભમન ગિલે રાજસ્થાન રોયલ્સ સામે માત્ર 47 બોલમાં પોતાની IPL કારકિર્દીની પાંચમી સદી પૂરી કરી, જે ગુજરાત ટાઇટન્સ માટે સૌથી ઝડપી સદી છે.

વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં કઈ સિદ્ધિ મેળવી?

વૈભવ સૂર્યવંશી IPL ઇતિહાસમાં એક જ સિઝનમાં 700 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ અનકેપ્ડ ભારતીય ખેલાડી બન્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Embed widget