શોધખોળ કરો

Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ગુજરાતમાં આગામી એક અઠવાડિયા સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા છે. નર્મદા, તાપી, ડાંગ અને નવસારીમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. સંઘ પ્રદેશ દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદનું અનુમાન છે. રાજ્યમાં એકસાથે પાંચ સિસ્ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.

આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગના અનુમાન મુજબ આજે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની શક્યતા છે. દમણ તથા દાદરા અને નગર હવેલીમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે.

આવતીકાલે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર

આવતીકાલે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદનું જોર રહેવાની શક્યતા છે. જ્યારે નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

રાજ્ય પર 5 સિસ્ટમ સક્રિય

ગુજરાતના હવામાનને અસર કરતી એકસાથે પાંચ પ્રણાલીઓ સક્રિય હોવાનું જણાવાયું છે. જેમાં શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોનસૂન ટ્રફ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનનો સમાવેશ થાય છે. આ સિસ્ટમોના પ્રભાવને કારણે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. આગામી દિવસોમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલાક સ્થળોએ ગાજવીજ અને પવન સાથે વરસાદની એક્ટિવિટી જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે.

ખેડૂતો અને લોકોને સાવચેતી રાખવાની સલાહ

ભારે વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. ગાજવીજ દરમિયાન લોકોને ખુલ્લા મેદાનમાં ન રહેવાની અને હવામાન વિભાગની લેટેસ્ટ સૂચનાઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે. 

આગામી સપ્તાહ દરમિયાન સતત વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા સંબંધિત જિલ્લાઓમાં આગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તથા નદી-નાળાઓમાં પૂર આવવાની શક્યતા હોવાથી સ્થાનિક લોકોને અને માછીમારોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. 

ગુજરાત વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 

Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?

વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

Embed widget