GG vs RCBW: ગુજરાત જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવી સિઝનની પહેલી જીત મેળવી
GG vs RCBW Match Report: ગુજરાત જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું છે. સ્મૃતિ મંધાનાની ટીમને જીતવા માટે 200 રનનો ટાર્ગેટ હતો, પરંતુ 20 ઓવરમાં 8 વિકેટે 180 રન જ બનાવી શકી હતી.
GG vs RCBW Match Report: ગુજરાત જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું છે. સ્મૃતિ મંધાનાની ટીમને જીતવા માટે 200 રનનો ટાર્ગેટ હતો, પરંતુ 20 ઓવરમાં 8 વિકેટે 180 રન જ બનાવી શકી હતી. આ રીતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 19 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યોર્જિયા વેરહેમે RCB માટે તોફાની ઇનિંગ્સ રમી હતી. આ ઓલરાઉન્ડરે 22 બોલમાં 48 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા, પરંતુ તે પોતાની ટીમને જીત તરફ લઈ જઈ શકી નહોતી. જોકે, RCBની હાર બાદ દિલ્હી કેપિટલ્સ ટોપ પર યથાવત છે. દિલ્હી કેપિટલ્સના 5 મેચમાં 8 પોઈન્ટ છે. જ્યારે RCB અને મુંબઈ ઈન્ડિયન્સના 6-6 પોઈન્ટ છે.
For her unbeaten captain's knock of 85*(51), it's the Gujarat Giants skipper Beth Mooney who collects the Player of the Match award 🏆
— Women's Premier League (WPL) (@wplt20) March 6, 2024
Scorecard 💻📱https://t.co/W8mqrR94WB#TATAWPL | #GGvRCB | @Giant_Cricket pic.twitter.com/DZgGVy3N9m
ગુજરાત જાયન્ટ્સ માટે એશ્લે ગાર્ડનર સૌથી સફળ બોલર રહી હતી. એશ્લે ગાર્ડનરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 2 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ સિવાય કીર્તિન બ્રેસ અને તનુજા કંવરને 1-1 સફળતા મળી હતી.
ગુજરાત જાયન્ટ્સને સિઝનની પ્રથમ જીત મળી
આ રીતે ગુજરાત જાયન્ટ્સે સિઝનની પ્રથમ જીત મેળવી હતી. આ સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સિઝનની ત્રીજી હાર મળી છે. અગાઉ ગુજરાત જાયન્ટ્સ મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ સામે હારી ગઈ હતી, પરંતુ આજે બેથ મૂનીની ટીમ આખરે તેની પ્રથમ જીત મેળવવામાં સફળ રહી હતી.
Delhi brings 𝙙𝙚𝙡𝙞𝙜𝙝𝙩 for the Gujarat Giants 😃👏#RCB came close to the target but it's #GG who register their first win of the season 🙌
— Women's Premier League (WPL) (@wplt20) March 6, 2024
Scorecard 💻📱https://t.co/W8mqrR94WB#TATAWPL | #GGvRCB | @Giant_Cricket pic.twitter.com/3B5r6VQpNP
બેથ મૂની અને લૌરા વૂલવર્ટની તોફાની ઇનિંગ્સ
આ પહેલા ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન બેથ મૂનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 5 વિકેટે 199 રન બનાવ્યા હતા. ગુજરાત જાયન્ટ્સ માટે કેપ્ટન બેથ મૂનીએ 51 બોલમાં અણનમ 85 રન બનાવ્યા હતા. આ સિવાય લૌરા વૂલવર્ટે 45 બોલમાં 76 રનની ઇનિંગ રમી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 13 ઓવરમાં 140 રનની ભાગીદારી થઈ હતી.