શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ક્રિકેટરે ઓસ્ટ્રેલિયામાં કરાવી સર્જરી, તસવીર શેર કરીને કહી આ વાત
જાડેજાના અંગુઠાની સફળ સર્જરી થઈ ગઈ છે. આ અંગે તેણે ખુદ ટ્વિટ કરીને જાણકારી આપી હતી.
બ્રિસબેનઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણી 1-1થી બરાબર છે. ત્રીજી ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોએ 131 ઓવર બેટિંગ કરીને મેચ ડ્રો કરી હતી. હવે છેલ્લી અને નિર્ણાયક મેચ બ્રિસબેનમાં 15 જાન્યુઆરીથી રમાશે. ત્રીજી ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરતી વખતે ઘાયલ થયો હતો.
તેને ડાબા હાથમાં બોલ વાગતાં ફ્રેક્ચર થયું હતું. આ કારણે તે ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ત્રીજી ટેસ્ટમાં જાડેજાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે શાનદાર ફિલ્ડિંગ કરીને સ્ટીવ સ્મિથને રનઆઉટ કરાવ્યો હતો. જાડેજાએ પ્રથમ ઈનિંગમાં 4 વિકેટ લીધી હતી અને બેટિંગમાં પણ કમાલ બતાવ્યો હતો.
જાડેજાના અંગુઠાની સફળ સર્જરી થઈ ગઈ છે. આ અંગે તેણે ખુદ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. જાડેજાએ ટ્વિટ કરીને લખ્યું, થોડીવાર માટે ક્રિકેટમાંથી બહાર, સર્જરી થઈ ગઈ છે. જલદી ધમાકેદાર વાપસી કરીશ.
જાડેજાની આ તસવીર પર લોકો કમેંટ કરીને જલદી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. જાડેજાએ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં શાનદાર દેખાવ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
સ્પોર્ટ્સ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion