શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
હાર્દિક પંડ્યાએ ઉડાવી નતાશાની હિન્દીની મજાક, વાયરલ થયો આ નવો Video
હાર્દિક પંડ્યાએ ક્રોએશિયા મૉડલ-એક્ટ્રેસ નતાશાની સાથે આ વર્ષે જાન્યુઆરીમાં સગાઇ કરી હતી. બન્નેએ પોતાની સગાઇની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા
![હાર્દિક પંડ્યાએ ઉડાવી નતાશાની હિન્દીની મજાક, વાયરલ થયો આ નવો Video hardik pandya and his fiance natasa stankovics video viral હાર્દિક પંડ્યાએ ઉડાવી નતાશાની હિન્દીની મજાક, વાયરલ થયો આ નવો Video](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/04175632/HArdikk-02.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા માત્ર ક્રિકેટ જ નહીં પણ પોતાના પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહ્યાં કરે છે. તાજેતરમાં જ હાર્દિક પંડ્યાએ જાહેરાત કરી હતી કે તેની મંગેતર નતાશા સ્ટાનકોવિક પ્રેગનન્ટ છે, અને બન્ને મા પિતા બનવાના છે. હવે બન્નેને એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં હાર્દિક નતાશાની હિન્દીની મજાક ઉડાવી રહ્યો છે.
ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં હાર્દિક પોતાના ઘરમાં નતાશાની સાથે બેઠો છે. આ દરમિયાન હાર્દિક પંડ્યા નતાશાને પુછે છે, બેબી, હુ શું છુ તારો? આના જવાબમાં નતાશા હસવા લાગે છે, અને કહે છે, જિગરનો ટુકડો....
આ પછી હિન્દીમાં નતાશાની અવાજનો મજાક ઉડાવતા હાર્દિક પંડ્યા તેની નકલ કરે છે.
હાર્દિક પંડ્યાએ ક્રોએશિયા મૉડલ-એક્ટ્રેસ નતાશાની સાથે આ વર્ષે જાન્યુઆરીમાં સગાઇ કરી હતી. બન્નેએ પોતાની સગાઇની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે, ક્રિકેટર હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટથી દુર છે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેને પીઢમાં ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેની ક્રિકેટના મેદાન પર વાપસી થઇ શકી ન હતી. જોકે, લૉકલ ટી20 મેચમાં હાર્દિક પંડ્યાએ વાપસી કરતા શાનદાર બેટિંગ અને બૉલિંગ કરી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)