શોધખોળ કરો

મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે લોન્ચ કર્યું એન્થમ સોંગ,વીડિયોમાં જોવા મળ્યો બોલિવૂડ સુપરસ્ટાર

મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે તેમનું એન્થમ સોંગ લોન્ચ કર્યું છે, જેનો વીડિયો ગુરુવારે ટીમે શેર કર્યો છે. આ ગીતમાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની સાથે બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફ પણ છે.

Mumbai indians anthem song for IPL 2025:  મુંબઈ ઈન્ડિયન્સે ગુરુવારે તેમનું એન્થમ સોંગ લોન્ચ કર્યું. આ ગીત 'મૈં નહિ તો કૌન બે' ફેમ શ્રુતિ તાવડેએ ગાયું છે, જ્યારે બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફ પણ તેમાં જોવા મળે છે. ગીતમાં જેકી શ્રોફ રોહિત શર્માની ધાંસુ રીતે એન્ટ્રી કરાવતા જોવા મળે છે. આ ગીતની મુખ્ય પંક્તિ છે, 'Play Like Mumbai.' એનો અર્થ એ કે મુંબઈની જેમ રમો.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલ 2025માં પોતાની પહેલી મેચ 23 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે. રવિવારે યોજાનારી આ મેચ ડબલ હેડરની બીજી મેચ હશે, જે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ટીમે IPL શરૂ થવાના બે દિવસ પહેલા, 20 માર્ચ, ગુરુવારના રોજ તેનું એન્થમ સોંગ લોન્ચ કર્યું.

પહેલી મેચમાં સૂર્યકુમાર યાદવ કેપ્ટન રહેશે

હાર્દિક પંડ્યા પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ રમી શકશે નહીં. ટીમે સત્તાવાર રીતે માહિતી આપી છે કે સૂર્યકુમાર યાદવ, જે હાલમાં ટીમ ઈન્ડિયાની T20 ટીમના કેપ્ટન છે, તે પહેલી મેચમાં હાર્દિકની જગ્યાએ કેપ્ટનશીપ કરશે.

રોહિતની કેપ્ટનશીપમાં મુંબઈ ઇન્ડિયન્સ 5 વખત ચેમ્પિયન બન્યું છે

IPLમાં સૌથી વધુ ટાઇટલ જીતવાના મામલે મુંબઈ ઇન્ડિયન્સ CSK સાથે સંયુક્ત રીતે ટોચ પર છે. બંનેએ 5-5 IPL ટ્રોફી જીતી છે. રોહિતની કેપ્ટનશીપ હેઠળ, મુંબઈ ઈન્ડિયન્સે 2013, 2015, 2017, 2019 અને 2020 માં IPL ટાઇટલ જીત્યું છે. ગયા સીઝન (2024) માં, ટીમની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી હતી.

આઈપીએલ 2025 માટે મુંબઈ ઈન્ડિયન્સની સ્કોવ્ડ

સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, તિલક વર્મા, બેવોન જેકબ્સ, રાયન રિકેલ્ટન, રોબિન મિંજ, કૃષ્ણન શ્રીજીત, હાર્દિક પંડ્યા, નમન ધીર, રાજ બાવા, વિગ્નેશ પુથુર, વિલ જેક્સ, મિશેલ સેન્ટનર, જસપ્રીત બુમરાહ, અર્જુન તેંડુલકર, અશ્વિની કુમાર, રીસ ટોપલી, કોર્બિન બોશ, કર્ણ શર્મા, ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર, સત્યનારાયણ રાજુ, મુજીબ ઉર રહેમાન

કઈ રીતે બુક કરશો મેચની ઓનલાઈન ટિકિટ

 IPL 2025 શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. 18મી સિઝનની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે, જેમાં બંને ટીમો વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં મેચ રમાશે. 2 મહિના સુધી ચાલનારી આ T20 લીગની તમામ ચાહકો આતુરતાથી રાહ જુએ છે, જેમાં ચાહકો સ્ટેડિયમમાં જઈને પણ મેચનો આનંદ માણવા માંગે છે, આવી સ્થિતિમાં IPL 2025ની શરૂઆતની મેચોની ટિકિટનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે, જેમાં અમે તમને મેચોની ટિકિટ ઓનલાઈન કેવી રીતે મેળવી શકશો તેની માહિતી આપવા જઈ રહ્યા છીએ.

IPL 2025ની મેચો દેશના 13 શહેરોમાં રમાશે 

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં કુલ 74 મેચો રમાવાની છે, જેમાં ફાઈનલ મેચ 25 મેના રોજ રમાશે. આ વખતે આ મેચો કુલ 13 શહેરોમાં યોજાશે જેના માટે ટિકિટનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં મેચનો આનંદ માણવા ચાહકો રૂ. 800 થી રૂ. 30000 સુધીની ટિકિટો ખરીદી શકે છે, જેમાં વિવિધ સ્ટેન્ડ માટે ટિકિટના ભાવ અલગ-અલગ હોય છે અને તેને બુક કરવા માટે ચાહકો તેને ઓનલાઈન વેબસાઈટ દ્વારા ખરીદી શકે છે. સત્તાવાર વેબસાઈટ પર જઈને પણ તમે ટિકિટ ખરીદી શકો છો.       

ક્રિકેટ ચાહકો આ રીતે ઓનલાઈન ટિકિટ ખરીદી શકે છે

IPL 2025 મેચોની ઓનલાઈન ટિકિટ ખરીદવા માટે, ચાહકોએ IPLની સત્તાવાર વેબસાઈટ IPLT20.com પર જવું પડશે અને તેઓ સ્ટેડિયમમાં જે મેચ જોવા માગે છે તેના પર ક્લિક કરો, પછી તેઓ બીજી વેબસાઈટ પર જશે જ્યાંથી તેઓ ટિકિટ ખરીદી શકશે. ચાહકોએ તેમનું મનપસંદ સ્ટેન્ડ પસંદ કરવાનું રહેશે અને પછી ફોન નંબર, આઈડી કાર્ડ અને અન્ય માહિતી સહિત તેમની તમામ વિગતો આપવી પડશે. આ પ્રક્રિયા થઈ ગયા પછી, તેમને ઓનલાઈન પેમેન્ટ કરવાનો વિકલ્પ મળશે અને તમામ બાબતો પૂર્ણ થઈ ગયા પછી, ચાહકોને મેસેજ અને ઈમેલ દ્વારા તેમની ટિકિટ વિશે કન્ફર્મ કરવામાં આવશે. અલગ-અલગ IPL ટીમો પણ તેમની ઘરઆંગણાની મેચો માટે સીધા જ અલગ-અલગ પ્લેટફોર્મ દ્વારા ટિકિટ વેચી રહી છે, જેમાં BookMyShow, Paytm Insider અને TicketGenieનો સમાવેશ થાય છે. આ સિવાય IPL મેચોની ટિકિટ પણ District.in વેબસાઇટ પરથી ખરીદી શકાશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો

વિડિઓઝ

Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો
Hero Splendor કે TVS Star City Plus, કઈ બાઈક ખરીદવી રહેશે બેસ્ટ? જાણો તમામ ડિટેલ્સ
Hero Splendor કે TVS Star City Plus, કઈ બાઈક ખરીદવી રહેશે બેસ્ટ? જાણો તમામ ડિટેલ્સ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
આજે લોન્ચ થશે Mahindra XUV 7XO, મળશે એડવાન્સ ફીચર્સ, જાણો અંદાજીત કિંમત
આજે લોન્ચ થશે Mahindra XUV 7XO, મળશે એડવાન્સ ફીચર્સ, જાણો અંદાજીત કિંમત
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સેનાની પહેલી પ્રતિક્રિયા, ડેલ્સી રોડ્રિગ્ઝને આપ્યું સમર્થન, નાગરિકોને કરી આ અપીલ
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સેનાની પહેલી પ્રતિક્રિયા, ડેલ્સી રોડ્રિગ્ઝને આપ્યું સમર્થન, નાગરિકોને કરી આ અપીલ
Embed widget