શોધખોળ કરો
Advertisement
હાર્દિક પંડ્યાએ ધોની કે કોહલીને નહીં પણ આ ખેલાડીને ગણાવ્યો શાનદાર કેપ્ટન, જાણો વિગતે
2015થી આઇપીએલમાં એન્ટ્રી કરીને કેરિયરની શરૂઆત કરનારો હાર્દિક પંડ્યાનું કહેવુ છે કે, તેને પોતાની કેરિયરને બેસ્ટ સમય રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ પસાર કર્યો છે. રોહિત એકદમ બેસ્ટ કેપ્ટન છે
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનો હાલનો સૌથી બેસ્ટ ઓલરાઉન્ડ હાર્દિક પંડ્યા છે, હાર્દિક પંડ્યા પોતાની વિસ્ફોટક ઇનિંગ અને ધારાદર બૉલિંગ-ફિલ્ડિંગના કારણે ભારતનો નંબર વન ઓલરાઉન્ડર બની ગયો છે. આઇપીએલથી પોતાતીની કેરિયરની શરૂઆત કરનારો હાર્દિક પંડ્યા ધોની કે કોહલી નહીં પણ રોહિત શર્માને બેસ્ટ કેપ્ટન માને છે.
2015થી આઇપીએલમાં એન્ટ્રી કરીને કેરિયરની શરૂઆત કરનારો હાર્દિક પંડ્યાનું કહેવુ છે કે, તેને પોતાની કેરિયરને બેસ્ટ સમય રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ પસાર કર્યો છે. રોહિત એકદમ બેસ્ટ કેપ્ટન છે.
હાર્દિક પંડ્યાએ રોહિત શર્માની સાથે 2015માં મુંબઇની સાથે આઇપીએલની શરૂઆત કરી હતી, બાદમાં તે મુંબઇનો મોટો હીરો બની ગયો, ટીમે ત્રણ-ત્રણ વાર આઇપીએલ ટ્રૉફી જીતી. આમ રોહિત શર્મા પણ બેસ્ટ કેપ્ટન બની ગયો.
મુંબઇ ઇન્ડિયન્સે હાર્દિક પંડ્યાનુ આ નિવેદન પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યુ, હાર્દિકે કહ્યું- મને રોહિત સાથે રમીને હંમેશા મજા આવી છે, અને તે એક શાનદાર કેપ્ટન છે. અમે રમત વિશે વધારે વાતો નથી કરતા પણ મારી કેરિયરમાં સૌથી સારા વર્ષો તેની કેપ્ટનશીમાં રમતા પસાર થયા છે.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી ટીમ ઇન્ડિયામાંથી બહાર છે, આઇપીએલ પણ કોરોનાના કારણે સ્થગિત થઇ ગઇ છે. હાર્દિક પણ ફરીથી મેદાનમાં ઉતરવા માટે રાહ જોઇ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
સુરત
બિઝનેસ
Advertisement