શું યુઝવેંદ્ર ચહલે ધનશ્રીને આપ્યા 60 કરોડ રુપિયા ? સત્ય આવ્યું સામે, જાણો
છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ચર્ચામાં છે. જો કે, તેમની આ ચર્ચા ક્રિકેટમાં તેના પ્રદર્શનને લઈ નહીં, પરંત તેના અંગત જીવન વિશે છે.

Dhanashree Verma Alimony Amount: છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ચર્ચામાં છે. જો કે, તેમની આ ચર્ચા ક્રિકેટમાં તેના પ્રદર્શનને લઈ નહીં, પરંત તેના અંગત જીવન વિશે છે. ખરેખર, યૂઝવેંદ્ર ચહલે તેની પત્ની અભિનેત્રી ધનાશ્રી વર્મા સાથે છૂટાછેડા લીધા છે. બંનેના છૂટાછેડાના અહેવાલો ઘણા સમયથી બહાર આવ્યા હતા. પાછલા દિવસે તે બંનેના છૂટાછેડાની પુષ્ટિ થઈ હતી. હવે એલિમની રકમ પર એક નવો વિવાદ સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચહલે એલિમની રકમમાં ધનશ્રી વર્માને 60 કરોડ રૂપિયા આપ્યા છે. અહીં જાણો આ સમાચારમાં કેટલું સત્ય છે.
ક્રિકેટર્સ યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. બંને છેલ્લા દોઢ વર્ષથી અલગ રહેતા હતા. તેઓ બંનેએ સોશિયલ મીડિયા પર પણ એકબીજાને અનફોલો કર્યા હતા. ગુરુવાર, 20 ફેબ્રુઆરીએ, બંનેના છૂટાછેડાની છેલ્લી સુનાવણી બાંદ્રાની ફેમિલી કોર્ટમાં યોજાઇ હતી. આ સમય દરમિયાન બંને ત્યાં હાજર હતા. આ પછી જ સમાચાર આવ્યા કે ચહલે ધનશ્રીને એલિમનીના રુપમા 60 કરોડ રૂપિયા આપ્યા છે. જો કે, આ સત્ય નથી.
Not a dance class .!
— Controversial (@imkontroversial) February 21, 2025
Dhanashree Verma and Yuzi chahal married in December 2020 Divorce on December 2024 total 4 years so
365*4=1,460
1460-250=1,210
1210-450=760 Days (No mood days or others)
Basically he’s paying for 760 days @ 60 Crore.
60,00,00,000/760=7,89,474 Per day.!!… pic.twitter.com/4aOUn8G8LS
BIG NEWS 🚨 Yuzvendra Chahal is to pay Rs 60 crore in alimony to Dhanashree Verma.
— Suv Chatterjee 🇮🇳 (@subhasisc1) February 21, 2025
Dhanashree could never earn 60 crores in 3 years, but now she has. pic.twitter.com/vbuBBgdHRN
ધનશ્રીના વકીલે એલિમનીની રકમને ખોટી ગણાવી છે. 'બોમ્બે ટાઇમ્સ' સાથેની વાતચીતમાં ધનશ્રીના વકીલે કહ્યું કે 60 કરોડ રૂપિયા એલિમનીની રકમના સમાચાર ખોટા છે. મીડિયામાં ખોટા અહેવાલો આપવામાં આવી રહ્યા છે. તેમણે પહેલા ફેક્ટ ચેક કરવું જોઈતુ હતું. તેમણે કહ્યું, "આ મામલો હજી કોર્ટમાં છે. મીડિયાએ પ્રથમ ફેક્ટ ચેક કરી લેવુ જોઈએ. "
જણાવી દઈએ કે જ્યારથી 60 કરોડની એલિમની રકમના સમાચાર સામે આવ્યા છે, ત્યારબાદથી ધનશ્રીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકો તેને મતલબી અને તકસાધુ કહી રહ્યા છે. ઘણા ચાહકો તેને લાલચી કહી રહ્યા છે. જો કે, તેના વકીલે આ સમાચારને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે.

