શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ ભારતીય ક્રિકેટરની પત્નીએ શેર કરી એકદમ બોલ્ડ તસવીર, સોશિયલ મીડિયા પર થયો હંગામો
તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે, “યા અલ્લાહ મને આ તસવીર પોસ્ટ કરતાં આટલું હસવું શા માટે આવી રહ્યું છે.”
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં સોસિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તે મોટેભાગે પોતાની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હસીન જહાં પોતાની આ તસવીર અને વીડિયોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જોકે ઘણી વખત પોતાની તસવીર અને વીડિયો શેર કરવાને કારણે ટ્રોલ્સના નિશાના પર પણ આવી જાય છે. હસીન જહાં ફરી એક વખત પોતાની એક તસવીરને કારણે ચર્ચામાં છે.
હસીન જહાંએ આ તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેણે તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે, “યા અલ્લાહ મને આ તસવીર પોસ્ટ કરતાં આટલું હસવું શા માટે આવી રહ્યું છે.”
આ તસવીરમાં હ સીન જહાં ખૂબ જ બોલ્ડ જોવા મળી રહી છે. હસીન જહાંની આ તસવીર શેર કર્યા બાદથી જ કમેન્ટ કરનારા લોકોની લાઈન લાગી ગઈ. લોકો કમેન્ટમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અત્યાર સુધી હજારોની સંખ્યામાં આ તસવીર પર લાઈક્સ આવી ચૂક્યા છે. જ્યારે કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સને હસીન જહાંની આ તસવીર પસંદ નથી પડી અને તે પોતાની પ્રતિક્રિયા કમેન્ટ કરીને શેર કરી રહ્યા છે.
આ પહેલા હસીન જહાંએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે વરસાદની મજા લેતી જોવા મળી રહી હતી. તેણે વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું, “હૈપ્પી rainy day''. વીડિયોમાં હસીન જહાં આઈ લવ યૂ બોલતી જોવા મળી રહી હતી. તેનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion