GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
GPSC Exam: આગામી 16 ફેબ્રુઆરીએ રાજ્યમાં યોજાનારી GPSCની પરીક્ષાને કેન્સલ કરવામાં આવી છે

GPSC Exam: સરકારી નોકરી મેળવવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાને લઇને મોટી જાણકારી સામે આવી છે. ગુજરાતમાં જીપીએસસીની પરીક્ષાનીને કેન્સલ કરવામાં આવી છે, આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનારી જીપીએસસી પરીક્ષાને કેન્સલ કરવામાં આવી છે, કેમકે આ સમયે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઇ રહી છે, આ વાતની માહિતી ખુદ જીપીએસસીના ચેરમેને પોતાના એક્સ પ્લેટફોર્મ પર પૉસ્ટ કરીને આપી છે.
જીપીએસસી પરીક્ષાને લઇને મોટું અપડેટ સામે આવ્યુ છે. આગામી 16 ફેબ્રુઆરીએ રાજ્યમાં યોજાનારી GPSCની પરીક્ષાને કેન્સલ કરવામાં આવી છે. GPSCના ચેયરમેને ખુદ પોતાના X પ્લેટફોર્મ પર એક પૉસ્ટ કરીને આ વાતની માહિતી આપી છે. કેન્સલ કરવા પાછળનું કારણ ચૂંટણીઓ છે. 16 ફેબ્રુઆરીએ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવવાની છે, આ દિવસે રાજ્યની 66 જેટલા નગર પાલિકા અને પંચાયતોમાં મતદાન યોજાશે, જેને લઇને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ વાત છે કે, જીપીએસસી પરીક્ષા માટે નવી તારીખોની ટૂંક સમયમાં જાહેરાત પણ કરવામાં આવશે.
જીપીએસસી પરીક્ષાના ઉમેદવારોને રાહત
જીપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષા યોજી ગુજરાતમાં સરકારી પદો પર ભરતી કરે છે. જીપીએસસી દ્વારા ગુજરાત સરકારના વર્ગ 1, 2 અને 3ની વિવિધ ભરતીની પ્રાથમિક પરીક્ષા માટેનો અભ્યાસક્રમ અલગ અલગ હતો. આથી દરેક વર્ગની ભરતી પરીક્ષા માટે ઉમેદવારે અલગ અલગ અભ્યાસક્રમની તૈયારી કરવી પડતી હતી. અલગ અલગ અભ્યાસક્રમની તૈયારી પાછળ વધારે સમય અને મહેનત લાગતી હતી. હવે તમામ જીપીએસસી ભરતીની પ્રાથમિક પરીક્ષા માટે એક જ અભ્યાસક્રમ લાગુ કરવાથી ઉમેદવારોને ઘણી રાહત થશે.
જીપીએસસીનો સામાન્ય અભ્યાસ OJAS પર ઉપલબ્ધ
જીપીએસસી દ્વારા સરકારી નોકરીની ભરતી માટેની પ્રાથમિક પરીક્ષા માટે હવે એક જ અભ્યાસક્રમ રાખવામાં આવશે, આ અભ્યાસક્રમને સામાન્ય અભ્યાસક્રમ કહેવામાં આવે છે. સામાન્ય અભ્યાસક્રમના વિષય વિશે જીપીએસસીની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. સરકારી નોકરીની તૈયારી કરનાર ઉમેદવારો OJAS વેબસાઇટ પર જઇ વિગતવાર જાણકારી મેળવી શકે છે.
જીપીએસસી પરીક્ષા શું છે
જીપીએસસી પરીક્ષા (GPSC exam) એ ગુજરાતમાં વર્ગ-1 અને વર્ગ-2 ની સરકારી ભરતી માટેની મુખ્ય પરીક્ષા છે. GPSC નું પુરુ નામ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (Gujarat Public Service Commission) છે. આપ આ લેખ સુધી પહોંચી ગયા છો તો જરૂર આપ જીપીએસસી પરીક્ષા વિશે વિગતે જાણવા આતુર છો એવુ માનવાને કારણ છે. મિત્રો, GPSC Exam ગુજરાત સરકારમાં વર્ગ-1 થી સુપર ક્લાસ 3 સુધી સરકારી નોકરી માટે સુવર્ણ અવસર આપે છે. આ પરીક્ષા પાસ કરી આપ સરકારમાં સારા પદ પર નોકરી કરી શકો છે.
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
