ફિલ્મ ડાયરેક્ટર હવે જેલ ડાયરેક્ટર? રામ ગોપાલ વર્માને કોર્ટનો ઝટકો, જશે જેલમાં
બોલિવૂડના જાણીતા નિર્દેશકને વર્ષો જૂના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા, વળતર ચૂકવવાનો આદેશ

Ram Gopal Varma cheque bounce: બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા અને નિર્દેશક રામ ગોપાલ વર્મા ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે. તેમને ત્રણ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સજા 2018ના એક ચેક બાઉન્સ કેસમાં સંભળાવવામાં આવી છે. કોર્ટની સુનાવણી દરમિયાન રામ ગોપાલ વર્મા હાજર રહ્યા ન હતા.
રામ ગોપાલ વર્મા, જેઓ પોતાની વિવાદાસ્પદ ફિલ્મો અને નિવેદનો માટે જાણીતા છે, તેઓ હવે કાનૂની મુશ્કેલીમાં ફસાયા છે. સાત વર્ષ જૂનો એક કેસ તેમના માટે મુસીબત બની ગયો છે. 2018માં 'શ્રી' નામની કંપનીએ રામ ગોપાલ વર્મા વિરુદ્ધ ચેક બાઉન્સનો કેસ દાખલ કર્યો હતો. 21 જાન્યુઆરીએ કોર્ટમાં સુનાવણી હતી, પરંતુ રામ ગોપાલ વર્મા તેમાં હાજર રહ્યા ન હતા.
કોર્ટે રામ ગોપાલ વર્માને ફરિયાદી કંપનીને વળતર તરીકે 3.72 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. તેમના પર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. કોર્ટનો આ નિર્ણય તેમની નવી ફિલ્મ 'સિન્ડિકેટ'ની જાહેરાતના એક દિવસ પહેલાં જ આવ્યો છે.
આ કેસની સુનાવણી છેલ્લા સાત વર્ષથી ચાલી રહી હતી. અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે રામ ગોપાલ વર્મા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કર્યું હતું. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જો રામ ગોપાલ વર્મા ત્રણ મહિનામાં ફરિયાદીને વળતરની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેશે, તો તેમને જેલ જવું પડશે.
'શ્રી' કંપનીના માલિક મહેશચંદ્ર મિશ્રાએ આ કેસ દાખલ કર્યો હતો. આ મામલો રામ ગોપાલ વર્માની પેઢી સાથે સંબંધિત છે, જે હેઠળ તેમણે 'સત્યા', 'રંગીલા', 'કંપની' અને 'સરકાર' જેવી સફળ ફિલ્મો બનાવી હતી. છેલ્લા કેટલાક સમયથી રામ ગોપાલ વર્માએ કોઈ મોટી ફિલ્મ બનાવી નથી અને એવા અહેવાલો પણ છે કે તેમની આર્થિક સ્થિતિ સારી નથી. આવામાં કોર્ટનો આ ચુકાદો તેમના માટે વધુ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
રામ ગોપાલ વર્માએ હાલમાં જ પોતાની નવી ફિલ્મ 'સિન્ડિકેટ'ની જાહેરાત કરી છે. તેણે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા આ માહિતી આપી હતી.
આ પણ વાંચો....
મહાકુંભમાં મોનાલિસા પછી હવે તેની બહેન પણ વાયરલ! બન્ને બહેનોએ કર્યો મોટો ખુલાસો
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
