આગામી એક અઠવાડિયું રહેશે ઠંડુગાર, હવામાન વિભાગે કેટલો પારો ગગડવાની કરી આગાહી, વાંચો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. આગામી 24 કલાક ગુજરાતનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી નીચું જવાની શક્યતા છે

Gujarat Weather: છેલ્લા ચાર-પાંચ દિવસથી ઠંડીમા રાહત મળ્યા બાદ હવે આજથી ઠંડીનો ચમકારો શરૂ થઇ ગયો છે. હવામાન વિભાભ અને આગાહીકારોના મતે આગામી અઠવાડિયુ ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગ અનુસાર, રાજસ્થાન પર એક સાયક્લૉનિક સર્ક્યૂલેશન ઉભું થયું છે અને સાથે સાથે ઉત્તર ભારતમાં વરસાદ અને ગાઢ ધુમ્મસનું એલર્ટ છે. આ કારણોસર ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે.
ગુજરાતમાં આગામી દિવસો ઠંડું વાતાવરણ રહેવાની આગાહી સામે આવી છે, આ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર, એ.કે. દાસે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. આગામી 24 કલાક ગુજરાતનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી નીચું જવાની શક્યતા છે. જે બાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. રાજ્યમાં તાપમાન યથાવત્ રહેવાની આગાહી છે. એ. કે. ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. ગુજરાત પર હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ રાજસ્થાન પર એક સાયક્લૉનિક સર્ક્યૂલેશન સર્જાયેલું છે. હવામાન વિભાગે લઘુત્તમ તાપમાનના આંકડા આપતા તેમણે જણાવ્યું છે કે, બુધવારે ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું છે. નલિયામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે ગાંધીનગરમાં 13.4, રાજકોટમાં 13.8 ડિગ્રી, અમદાવાદમાં 15.4, વડોદરામાં 15.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. તો સુરતમાં 18.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, "22મી તારીખથી ફરીથી ઠંડીનો રાઉન્ડ ચાલુ થવાનો છે. 22થી શરૂ થયેલો આ રાઉન્ડ 28મી સુધી ચાલશે. 22મી તારીખ રાતથી ફરીથી પવનની દિશા બદલાવવાની છે. ત્યારે પવનની દિશા બદલાઈને પણ ઉત્તરથી ઉત્તર પૂર્વના થઈ જશે. જે બાદ ઠંડી ચાલુ થશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાન ફરીથી સિંગલ ડિજિટમાં આવી શકે છે."
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
