શોધખોળ કરો
Advertisement
IPL 2020: ક્યા યુવા ક્રિકેટરની પત્નિ વિશે સર્ચ કરો તો આવે છે સચિનની પુત્રીનો ફોટો ? જાણો શું છે કારણ ?
ગૂગલ હાલમાં પોતાના ખોટા સર્ચ પરિણામને લઈને ચર્ચામાં છે.
નવી દિલ્હીઃ ગૂગલ હાલમાં પોતાના ખોટા સર્ચ પરિણામને લઈને ચર્ચામાં છે. ગગૂલ એક બાજુ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કમા શર્માને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના બોલર રાશિદ ધાનની પત્ની ગણાવી રહ્યું હતું ત્યારે હવે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકરને લઈને ખોટું સર્ચ પરિણામ આવી રહ્યું છે.
જ્યારે પણ ગૂગલ પર IPL ફ્રેન્ચાઈઝી KKR ટીમના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલની પત્ની સર્ચ કરવામાં આવે છે તો સારા તેંડુલકરનું નામ આવે છે. જોકે આ પહેલા પણ એવી અફવા ઉડી હતી કે સારા અને શુભમન ગિલ એક બીજાને ડેટ કરી રહ્યા છે પરંતુ અત્યાર સુધી એ ખબર પર બન્નેમાંથી કોઈએ ખુલાસો કર્યો નથી.
આવું પ્રથમ વખત નથી થયું જ્યારે સારા તેંડુલકર અને શુભમન ગિલનું નામ એક સાથે લેવામાં આવ્યું હોય. આ પહેલા પણ સોશિયલ મીડિયા પર ઘણી વખત બન્નેની ડેટિંગના સમાચાર સામે આવતા રહ્યા છે. ત્યાં સુધી કે એક વખત ખુદ સારા તેંડુલકરની પોસ્ટના અનેક મતલબ કાઢવામાં આવ્યા હતા. આઈપીએલ 2020ની એક મેચ દ મરિયાન જ્યારે શુભમન ગિલે સારી ફીલ્ડિંગ કરી ત્યારે સારાએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શુભમની તસવીર પોસ્ટ કરતાં દિલ વાળું ઇમોજી બનાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion