શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રોહિત શર્માએ મનિષ પાંડે અને પત્ની અશ્રિતા શેટ્ટીની લગ્નની તસવીર પર આંખ મારીને કહ્યું- મારા પર વિશ્વાસ કરો આ.......
અશ્રિતા સાઉથની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં તમિલ ફિલ્મો- ઓરુ કન્નિયુમ, ઉડ્ડયમ,એનએચ 4 જેવી ફિલ્મો પણ સામેલ છે
બેગ્લુંરુઃ ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન મનિષ પાંડે સોમવારે પોતાની ગર્લફ્રેન્ડ અશ્રિતા શેટ્ટી સાથે લગ્નનાં બંધનમાં બંધાઇ ગયો, અશ્રિતા શેટ્ટી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મોટી એક્ટ્રેસ છે.
મનીષ પાંડેએ લગ્ન દરમિયાન ક્રિમ કલરની શેરવાની પહેરી હતી. જ્યારે અશ્રિતા શેટ્ટી લાલ રંગની સિલ્ક સાડીમાં જોવા મળી હતી. મનિષ પાંડે અને અશ્રિતા શેટ્ટીના લગ્નની શુભેચ્છા અનેક ક્રિકેટરો આપી, જેમાં સૌથી ખાસ અંદાજમાં રોહિતે આપી હતી. રોહિતે એક ટ્વીટ કરીને બન્નેને કહ્યું આ તમારી બેસ્ટ ઇનિંગ છે.
હિટમેન અને ભારતીય ટીમના ઉપકેપ્ટન રોહિત શર્માએ મનિષ પાંડેને ટેગ કરતા, બન્નેની લગ્નની એક તસવીર કરી અને શુભેચ્છા પાઠવી. રોહિતે લખ્યું કે, 'દુઆ કરુ છુ તમને બન્નેને દુનિયાની બધી ખુશીઓ મળે. મારો વિશ્વાસ કરો આ તમારી સૌથી બેસ્ટ ઇનિંગ હશે', આની સાથે રોહિતે એક આંખ મારતી ઇમોજી પણ શેર કરી હતી. જેના પરથી માની શકાય કે રોહિતે આ એકદમ ક્રિકેટિયા અંદાજમાં રમૂજ કરી છે.
અશ્રિતા સાઉથની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં તમિલ ફિલ્મો- ઓરુ કન્નિયુમ, ઉડ્ડયમ,એનએચ 4 જેવી ફિલ્મો પણ સામેલ છે. ખાસ વાત છે કે, 30 વર્ષીય મનિષ પાંડેએ લગ્નના એકદિવસ પહેલા પોતાની કેપ્ટનશિપમાં રોમાંચક ફાઇનલ મેચમાં તમિલનાડુને 1 રનથી હરાવીને સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં કર્ણાટકને ખિતાબ જીતાડ્યો હતો. મેચમાં મનીષ પાંડેએ 45 બોલમાં 60 રનની ઈનિંગ રમી હતી.Wish you both all the happiness in the world. Trust me this will be your best innings ???? @im_manishpandey pic.twitter.com/8T2kZNOEeM
— Rohit Sharma (@ImRo45) December 2, 2019
Vijay Hazare Trophy and Syed Mushtaq Ali Trophy won. But @im_manishpandey still has a lot to look forward to.
Here's more from the post-match presentation ceremony ???????? https://t.co/i4m5FVGndI#KARvTN @paytm #MushtaqAliT20 pic.twitter.com/uLjuOF8ztL — BCCI Domestic (@BCCIdomestic) December 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
આરોગ્ય
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion