શોધખોળ કરો

મેચ

Under-19 World Cup: ભારતની અંડર-19 વિશ્વ વિજેતા મહિલા ક્રિકેટ ટીમનો ભાગ હતી કચ્છની આ ખેલાડી

Under-19 World Cup: ભારતની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમે વિશ્વ કપ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ફાઈનલમાં ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવી દીધું હતું.

Under-19 World Cup: ભારતની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમે વિશ્વ કપ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ફાઈનલમાં ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવી દીધું હતું. જો કે. ખુશીની વાત એ પણ છે કે, આ મહિલા ક્રિકેટ ટીમમાં એક ગુજરાતના કચ્છની યુવતી પણ હતી. રાપરના ધાણીથરની હર્લી ગાલા ભારત તરફથી વર્લ્ડકપમાં ભાગ લીધો હતો. મુળ ધાણીથરની રહેવાસી ગાલા હાલમાં મુંબઈના જુહુમાં રહે છે. ભારતની અંડર-19 મહિલા ટીમમાં હર્લી ગાલાનો ઓલરાઉન્ડર તરીકે સમાવેશ થયો હતો.

 ભારતીય મહિલા ટીમે રચ્યો ઈતિહાસ

ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાઇ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડની ટીમને હરાવીને ઈતિહાસ રચી દિધો છે. ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડને 7 વિકેટથી હાર આપી છે.  બન્ને ટીમો દક્ષિણ આફ્રિકાના મેદાનમાં ચેમ્પીયન બનવા માટે આમને સામને હતી.  આઇસીસી અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપની આ પહેલી સિઝન છે અને શેફાલી વર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા ખિતાબ જીતીને ઇતિહાસ રચી દિધો છે.

શેફાલી વર્મા 15 રન બનાવી આઉટ થઈ હતી. ત્રિશા 24 રન બનાવી આઉટ થઈ હતી. સોમ્યા તિવારીએ શાનદાર ઈનિંગ રમતા 24 રન બનાવી નોટઆઉટ રહી હતી. 

ટીમ ઈન્ડિયાની ફાઈનલ મેચમાં સૌમ્યા તિવારી, ત્રિશા અને અર્ચના દેવીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અર્ચના, પાર્શ્વી ચોપરા અને તિતસ સાધુએ 2-2 વિકેટ લીધી હતી. શેફાલી વર્માની કપ્તાનીમાં ભારતે આ ખિતાબ જીત્યો છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડી શ્વેતા સેહરાવત સૌથી વધુ રન બનાવવાના મામલે ટોચ પર છે.

ઈંગ્લેન્ડે ભારતને વર્લ્ડ કપ જીતવા માટે માત્ર 69 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ભારતે માત્ર 14 ઓવરમાં જ પૂરો કરી લીધો હતો. ભારતે 3 વિકેટ ગુમાવીને 69 રન બનાવ્યા અને ઈતિહાસ રચ્યો હતો.  મહિલા ક્રિકેટમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતે વર્લ્ડ કપ જીત્યો હોય. ટીમ ઈન્ડિયા માટે ફાઈનલમાં સૌમ્યા અને ત્રિશાએ 24, 24 રનની ઈનિંગ્સ રમી હતી.

વર્ષ 2023 વર્લ્ડ કપનું વર્ષ બનવા જઈ રહ્યું છે, હોકી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને નિરાશા થઈ. પરંતુ અહીં અંડર-19 T-20 વર્લ્ડ કપમાં ભારતની દીકરીઓએ ઇતિહાસ રચ્યો છે અને ભારતને વર્લ્ડ કપ અપાવ્યો. વર્ષ 2023માં ભારત પાસે વર્લ્ડ કપ જીતવાની વધુ 2 તકો હશે. જેમાં T20 મહિલા વર્લ્ડ કપ અને મેન્સ ODI વર્લ્ડ કપનો સમાવેશ થાય છે.

ભારત પ્લેઇંગ-11:  શેફાલી વર્મા (કેપ્ટન), શ્વેતા સેહરાવત, સૌમ્યા તિવારી, રિચા ઘોષ (વિકેટકીપર), ગોંગડી ત્રિશા, હરિશિતા બસુ, તિતાસ સાધુ, મન્નત કશ્યપ, અર્ચના દેવી, પાર્શ્વી ચોપરા અને સોનમ યાદવ.

ઇંગ્લેન્ડ પ્લેઇંગ-11:  ગ્રેસ સ્ક્રીવન્સ (કેપ્ટન), લિબર્ટી હીપ, નિઆમ હોલેન્ડ, સેરેન સ્મોલ (wk), રાયના મેકડોનાલ્ડ-ગે, કેરીસ પાવલે, એલેક્સા સ્ટોનહાઉસ, સોફિયા સ્મોલ, જોસી ગ્રોવ્સ, એલી એન્ડરસન અને હનાહ બેકર.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Rajkot News । રાજકોટમા ગરમીને લઇ કેવી છે લોકોની હાલત ?, જુઓ અહેવાલGujarat News । રાજ્યમાં હજુ પણ ગરમી વધવાની આગાહી, જુઓ સમગ્ર વિગતVadodara News । કરજણની ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર પર હુમલાની ઘટના, જુઓ શું છે સમગ્ર મામલોBhavnagar News । કલેક્ટર કચેરીએ ખેડૂતે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
IPL 2024: સતત બે હાર બાદ મુંબઈ માટે આવ્યા ખરાબ સમાચાર, સૂર્યકુમાર હજુ ટીમ સાથે નહીં જોડાય
IPL 2024: સતત બે હાર બાદ મુંબઈ માટે આવ્યા ખરાબ સમાચાર, સૂર્યકુમાર હજુ ટીમ સાથે નહીં જોડાય
Arvind Kejriwal Arrest:  અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
RR vs DC:  આજે રાજસ્થાન અને દિલ્હી વચ્ચે થશે ટક્કર, જાણો સંભવિત પ્લેઈંગ ઈલેવન અને પીચ રિપોર્ટ
RR vs DC: આજે રાજસ્થાન અને દિલ્હી વચ્ચે થશે ટક્કર, જાણો સંભવિત પ્લેઈંગ ઈલેવન અને પીચ રિપોર્ટ
જો રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપઃ ક્ષત્રિય સમાજ
જો રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપઃ ક્ષત્રિય સમાજ
Embed widget