શોધખોળ કરો

Sri Lanka Cricket: વર્લ્ડ કપ વચ્ચે ICCએ શ્રીલંકાની સદસ્યતા રદ કરતા ખળભળાટ,જાણો હવે ટીમ પર શું થશે અસર

Sri Lanka Cricket Team: આઈસીસીએ શ્રીલંકા સરકારની દખલગીરીને કારણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડની સદસ્યતા રદ કરી દીધી છે. છેલ્લા ઘણા દિવસોથી શ્રીલંકા ક્રિકેટ બોર્ડ અને શ્રીલંકન સરકાર વચ્ચે બરાબર ચાલી રહ્યું નહોતું.

Sri Lanka Cricket Team: આઈસીસીએ શ્રીલંકા સરકારની દખલગીરીને કારણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડની સદસ્યતા રદ કરી દીધી છે. છેલ્લા ઘણા દિવસોથી શ્રીલંકા ક્રિકેટ બોર્ડ અને શ્રીલંકન સરકાર વચ્ચે બરાબર ચાલી રહ્યું નહોતું. શ્રીલંકાની સરકારે શ્રીલંકા ક્રિકેટની વર્તમાન ગવર્નિંગ બોડી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે અને ગયા ગુરુવારે શ્રીલંકાના ગૃહમાં વિપક્ષ અને વિપક્ષના નેતાઓએ સર્વાનુમતે શ્રીલંકા ક્રિકેટની વર્તમાન ગવર્નિંગ બોડીને બરતરફ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો.

શ્રીલંકન ક્રિકેટમાં શ્રીલંકા સરકારની આ દખલગીરી બાદ ICCએ શુક્રવારે એક બેઠક બોલાવી હતી, જેમાં શ્રીલંકન ક્રિકેટની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આઈસીસીને શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં સરકારનો આ નિર્ણય પસંદ ન આવ્યો અને તેથી શ્રીલંકા ક્રિકેટની સદસ્યતા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી. ICCએ એક સભ્ય તરીકે શ્રીલંકા પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.

ICC દ્વારા સસ્પેન્ડ થશે તો શું થશે?
જો ICC કોઈપણ દેશના ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરે છે, તો તે દેશ પ્રતિબંધ હટાવવામાં આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારની ICC ઈવેન્ટનો ભાગ બની શકશે નહીં. આનો અર્થ એ થયો કે જ્યાં સુધી શ્રીલંકાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે ત્યાં સુધી શ્રીલંકાની ક્રિકેટ ટીમ ICCની કોઈપણ ટૂર્નામેન્ટમાં રમી શકશે નહીં. શ્રીલંકાની ટીમ આઈસીસી વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરી શકી ન હતી અને આ ઘટનાઓ તેમના ક્રિકેટ ભવિષ્ય માટે ખતરો ઉભી કરી શકે છે.

ક્યા શું શું બન્યું?
આ મહિનાની શરૂઆતમાં, શ્રીલંકા સરકારના રમત મંત્રીએ શમ્મી સિલ્વાના નેતૃત્વમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડની ગવર્નિંગ કમિટિ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. આ કારણોસર રમતગમત મંત્રી રોશન રણસિંઘે સાત સભ્યોની એક સમિતિ બનાવી હતી, જેમાં શ્રીલંકાના કેટલાક ભૂતપૂર્વ ન્યાયાધીશો પણ સામેલ હતા. આ સમિતિની અધ્યક્ષતા ભૂતપૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાને સોંપવામાં આવી હતી, જેણે શ્રીલંકા માટે એકમાત્ર ODI વર્લ્ડ કપ જીત્યો હતો. આ સિવાય અર્જુન રણતુંગાને બોર્ડના વચગાળાના અધ્યક્ષ પણ જાહેર કરવામાં આવ્યા હતા.

આ ઘટના પછી શ્રીલંકા ક્રિકેટે પણ સરકાર વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ 9 નવેમ્બરના રોજ શ્રીલંકાના ગૃહમાં મુખ્ય વિરોધ પક્ષના નેતા સાજિથ પ્રેમદાસાએ 'ભ્રષ્ટ શ્રીલંકા ક્રિકેટ પ્રબંધનને હટાવવા' નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. લંકા ક્રિકેટ મેનેજમેન્ટ' આ પ્રસ્તાવને વિપક્ષી નેતાઓ તેમજ શાસક પક્ષના નેતાઓનું સમર્થન મળ્યું અને તમામની સંમતિથી શ્રીલંકા ક્રિકેટની વર્તમાન ગવર્નિંગ કમિટીને બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ તમામ ઘટનાઓ બાદ આજે 10મી નવેમ્બરે ICCએ એક મોટો નિર્ણય લીધો છે, અને શ્રીલંકા ક્રિકેટની સદસ્યતા રદ કરી દીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget