ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને મોટી માહિતી શેર કરી છે. હાઇબ્રિડ મોડલની સાથે તેણે અન્ય મહત્વપૂર્ણ માહિતી પણ શેર કરી છે.
ICC Champions Trophy 2025: ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને મોટી માહિતી શેર કરી છે. તેણે કહ્યું છે કે આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ જ યોજાશે. ટીમ ઈન્ડિયા તેની તમામ મેચ તટસ્થ સ્થળો પર રમશે. જોકે, ICCએ હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ જાહેર કર્યું નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો. તેથી, BCCIના મુદ્દાને સ્વીકારીને, ICCએ હાઇબ્રિડ મોડલને મંજૂરી આપી છે.
ICC Men’s Champions Trophy 2025 to be played across Pakistan and a neutral venue
— ANI (@ANI) December 19, 2024
India and Pakistan matches hosted by either country at ICC Events during the 2024-2027 rights cycle will be played at a neutral venue, the ICC Board confirmed on Thursday, 19 December: ICC pic.twitter.com/tSEg2vnnnt
ICCએ પોતાની વેબસાઈટ પર ચેમ્પિયન્સ ટ્રોફી સંબંધિત માહિતી શેર કરી છે. ICCએ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2024 થી 2027 દરમિયાન સાયકલમાં હાઇબ્રિડ મોડલમાં મેચ યોજાશે. આ બંને ટીમો તેમની મેચ તટસ્થ સ્થળો પર રમશે. આ નિયમ આગામી ICC ટૂર્નામેન્ટમાં લાગુ થશે. હવે ICC ટૂંક સમયમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ શેર કરશે. આ ટૂર્નામેન્ટ આવતા વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાવાની છે.
આ ટુર્નામેન્ટ્સ ચેમ્પિયન્સ ટ્રોફીની સાથે હાઇબ્રિડ મોડલમાં યોજાશે
ICCએ કહ્યું છે કે ચેમ્પિયન્સ ટ્રોફીની સાથે અન્ય ટૂર્નામેન્ટ પણ છે જે હાઇબ્રિડ મોડલમાં યોજાશે. મહિલા વર્લ્ડ કપ 2025 પણ આ મોડલ પર જ યોજાશે. તેનું આયોજન ભારતમાં થવાનું છે. તેથી પાકિસ્તાન ક્રિકેટ ટીમ હવે ભારત રમવા માટે નહીં આવે. મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકામાં આયોજિત થવાનો છે. આ ટુર્નામેન્ટ પણ હાઇબ્રિડ મોડલમાં યોજાવાની છે.
પાકિસ્તાન માટે સારા સમાચાર
ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને એક સારા સમાચાર આપ્યા છે. તેણે નક્કી કર્યું છે કે મહિલા T20 વર્લ્ડ કપ 2028નું આયોજન પાકિસ્તાનમાં કરવામાં આવશે. પરંતુ આ ટુર્નામેન્ટ પણ હાઇબ્રિડ મોડલ સાથે યોજાશે. ટીમ ઈન્ડિયા તેની મેચ પાકિસ્તાનમાં નહીં રમે. પાકિસ્તાનને હોસ્ટિંગ રાઇટ્સ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો....