શોધખોળ કરો

World Cup 2023: ઓસ્ટ્રેલિયા સામે શુભમન ગીલ નહીં રમે ? રોહિત શર્મા કોણ કરશે ઓપનિંગ, જાણો પ્લેઇંગ ઇલેવન

આઇસીસીની સૌથી મોટી ઇવેન્ટ ક્રિકેટનો વનડે વર્લ્ડકપ 2023 શરૂ થઇ ગયો છે. ભારતમાં આ વખતે આ મેગા ટૂર્નામેન્ટનું આયોજન થઇ રહ્યું છે. પ્રથમ બે મેચો રમાઇ ચૂકી છે

ICC Cricket World Cup 2023: આઇસીસીની સૌથી મોટી ઇવેન્ટ ક્રિકેટનો વનડે વર્લ્ડકપ 2023 શરૂ થઇ ગયો છે. ભારતમાં આ વખતે આ મેગા ટૂર્નામેન્ટનું આયોજન થઇ રહ્યું છે. પ્રથમ બે મેચો રમાઇ ચૂકી છે, આજે ત્રીજી અને આવતીકાલે ચોથી મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ચેન્નાઇના મેદાન પર આમને સામને ટકરાશે. આ પહેલા ભારતીય ટીમ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. સમાચાર છે કે, સ્ટાર ઓપનર બેટ્સમેન શુભમન ગીલ આ મેચ માટે અવેલેબલ નહીં થઇ શકે. હાલ તે બિમાર છે.

વનડે ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થઈ ગયો છે. ભારતની પ્રથમ મેચ 8 ઓક્ટોબર, રવિવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે રમાશે. ભારતીય ચાહકો તેમજ વિશ્વભરના ક્રિકેટ ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ બંને ટીમો આ વખતે વર્લ્ડ ચેમ્પિયન બનવાની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ બંનેની પ્રથમ મેચ વિસ્ફોટક બને તેવી પૂરી આશા છે.

જોકે આ મોટી મેચ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લા એક વર્ષથી શાનદાર ફોર્મમાં રહેલા શુભમન ગીલ ડેન્ગ્યૂથી પીડિત છે. ગુરુવારે હાથ ધરાયેલી તપાસમાં તેમની બીમારી હોવાનું જાણવા મળ્યું હતું. આ કારણોસર ગીલ શુક્રવારે પ્રેક્ટિસ કરવા આવ્યો ન હતો. મેડિકલ ટીમે તેમને આરામ કરવાની સલાહ આપી છે. આવી સ્થિતિમાં શુભમન ગીલ માટે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં રમવું મુશ્કેલ છે. હવે સવાલ એ થાય છે કે જો તે નહીં રમે તો કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગની જવાબદારી કોણ લેશે અને ભારતની પ્લેઈંગ ઈલેવન કેવી હશે.

શુભમન ગીલ વિના ભારતની પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા અને શુભમન ગીલ ઉપરાંત ઈશાન કિશન અને કેએલ રાહુલ પણ ભારતની વર્લ્ડકપ ટીમમાં ઓપનર બેટ્સમેન છે, પરંતુ ઓપનિંગની જવાબદારી ફક્ત ઈશાન કિશનને મળે તેવી અપેક્ષા છે, કારણ કે કેએલ રાહુલ ઓપનિંગ કરતાં મિડલ ઓર્ડરમાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યો છે. આ સાથે જ ઈશાન કિશને વનડે ફોર્મેટમાં ઓપનર તરીકે બેવડી સદી પણ પોતાના નામે કરી છે.

આવામાં એવી પૂરી આશા છે કે ગિલ નહીં રમે તો ઈશાન કિશન રોહિત શર્માની સાથે ઓપનિંગની જવાબદારી લઈ શકે છે. આ ઉપરાંત ભારતની ઓસ્ટ્રેલિયા સામેની મેચ ચેન્નાઈમાં રમાશે, જ્યાં સ્પિનને મદદ કરતી પીચ છે. આ કારણે ટીમ ઈન્ડિયા પોતાના ત્રણ મુખ્ય સ્પિનરો રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં રાખી શકે છે.

ઓસ્ટ્રેલિયા સામે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - 
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget