Player Of The Month: શરૂઆતી કેરિયરમાં જ રનોના ઢગલા સાથે અનેક રેકોર્ડ... આ ભારતીય ખેલાડી બન્યો 'પ્લેયર ઓફ ધ મન્થ'
ભારતના સ્ટાર બેટ્સમેન યશસ્વી જાયસ્વાલને ફેબ્રુઆરી મહિના માટે પ્લેયર ઓફ ધ મન્થ પસંદ કરવામાં આવ્યો છે
ICC Men Player of the Month February: ભારતના સ્ટાર બેટ્સમેન યશસ્વી જાયસ્વાલને ફેબ્રુઆરી મહિના માટે પ્લેયર ઓફ ધ મન્થ પસંદ કરવામાં આવ્યો છે. આ ખેલાડીએ ગયા વર્ષે જુલાઈમાં ડેબ્યૂ કર્યા બાદથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધમાલ મચાવી દીધી છે. તાજેતરમાં જ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં યશસ્વીએ બે બેવડી સદી ફટકારી હતી અને તે પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. હવે ICCએ તેને પ્લેયર ઓફ ધ મંથનો ખિતાબ આપ્યો છે. આ ખેલાડીએ તેની શરૂઆતની કારકિર્દીમાં ઘણા રેકોર્ડ તોડ્યા છે.
તાજેતરમાં જ યશસ્વી જાયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમં રનોના ઢગલા કરી દીધા હતા. આ યુવા બેટ્સમેને 5 ટેસ્ટ મેચની 9 ઇનિંગ્સમાં 712 રન બનાવ્યા હતા. તેણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં રેકોર્ડ 2 બેવડી સદી ફટકારી હતી. આ સીરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં તે ટોચ પર છે. વળી, હવે યુવા ઓપનરને તેના શાનદાર પ્રદર્શન માટે પુરસ્કાર મળ્યો છે. વાસ્તવમાં, યશસ્વી જાયસ્વાલને ફેબ્રુઆરી મહિના માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ પસંદ કરવામાં આવ્યો છે.
વળી, ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એનાબેલ સધરલેન્ડને મહિનો શ્રેષ્ઠ મહિલા ખેલાડીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. હાલમાં જ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં એનાબેલ સધરલેન્ડે બેટિંગ સિવાય બોલિંગમાં પણ પોતાની તાકાત બતાવી હતી.
India's breakout performer takes home the ICC Men's Player of the Month award after a stellar February 🏅
— ICC (@ICC) March 12, 2024
More 👇
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ યશસ્વી જાયસ્વાલે કરી દીધા રનોના ઢગલા
યશસ્વી જાયસ્વાલની વાત કરીએ તો આ યુવા બેટ્સમેને ફેબ્રુઆરી મહિનામાં ઘણા રન બનાવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં યશસ્વી જાયસ્વાલે 112ની એવરેજથી 560 રન બનાવ્યા હતા. ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ પછી રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે શાનદાર વળતો પ્રહાર કર્યો અને સીરીઝ 4-1થી જીતી લીધી. ટીમ ઈન્ડિયાની સફળતામાં યશસ્વી જાયસ્વાલનો મોટો ફાળો હતો. આ ઓપનરે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં 209 રન બનાવ્યા હતા. આ સાથે જ તેણે રાજકોટ ટેસ્ટમાં 214 રન બનાવ્યા હતા.
'આ એવોર્ડ જીત્યા બાદ ખુબ ખુશ છું, મને આશા છે કે.....'
યશસ્વી જાયસ્વાલ સપ્ટેમ્બર 2023 પછી ICC પ્લેયર ઓફ ધ મન્થ બનનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. આ પહેલા શુભમન ગીલ સપ્ટેમ્બર 2023માં ICC પ્લેયર ઓફ ધ મંથ બન્યો હતો. આ એવોર્ડ બાદ યશસ્વી જાયસ્વાલે કહ્યું કે આ એવોર્ડ જીત્યા બાદ હું ખૂબ જ ખુશ છું, હું આશા રાખું છું કે આવનારા દિવસોમાં તેનું પુનરાવર્તન થશે. ઈંગ્લેન્ડ સામેની આ મારી પ્રથમ 5 ટેસ્ટ મેચની શ્રેણી હતી, તે મારા માટે શાનદાર અનુભવ હતો.