ICC ODI World Cup 2023: વર્લ્ડકપને લઈ મોટા સમાચાર, આ તારીખ પહેલા જાહેર થશે ટીમ
ICC અનુસાર, વર્લ્ડ કપ માટે તમામ ટીમોએ 5 સપ્ટેમ્બર સુધીમાં પોતાના 15 ખેલાડીઓના નામની જાહેરાત કરવી પડશે. જ્યારે વર્લ્ડ કપમાં રમી રહેલા ખેલાડીઓના નામની અંતિમ યાદી 27 સપ્ટેમ્બરે સબમિટ કરવાની રહેશે.
ICC ODI World Cup 2023: ભારતની ધરતી પર 5 ઓક્ટોબરથી ODI વર્લ્ડ કપની જાહેરાત થવા જઈ રહી છે. વર્લ્ડ કપને લઈને ઘણી મહત્વની માહિતી સામે આવી છે. આઈસીસીએ માહિતી આપી છે કે વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલા તમામ 10 દેશોએ 5 સપ્ટેમ્બર સુધીમાં ટીમની જાહેરાત કરવી પડશે. જો કે આ પછી પણ ટીમમાં ફેરફાર કરવાની તક મળશે. 27 સપ્ટેમ્બર સુધીમાં તમામ દેશોએ વર્લ્ડ કપ માટે અંતિમ ટીમની જાહેરાત કરવાની રહેશે.
ટીમોની અંતિમ યાદીની છેલ્લી તારીખ શું છે?
ICC અનુસાર, વર્લ્ડ કપ માટે તમામ ટીમોએ 5 સપ્ટેમ્બર સુધીમાં પોતાના 15 ખેલાડીઓના નામની જાહેરાત કરવી પડશે. જ્યારે વર્લ્ડ કપમાં રમી રહેલા ખેલાડીઓના નામની અંતિમ યાદી 27 સપ્ટેમ્બરે સબમિટ કરવાની રહેશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વન-ડે સીરીઝની છેલ્લી મેચ આ દિવસે એટલે કે 27 સપ્ટેમ્બરે રમાશે. તમામ ટીમોએ 5 સપ્ટેમ્બર સુધીમાં તેમના 15 ખેલાડીઓના નામની જાહેરાત કરવી પડશે, પરંતુ પસંદગીકારો 27 સપ્ટેમ્બર સુધી ફેરફાર કરવા માટે સ્વતંત્ર રહેશે.
ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે
એવું માનવામાં આવે છે કે BCCI પસંદગીકારો વિશ્વ કપ માટે 15 થી વધુ ખેલાડીઓના નામની જાહેરાત કરશે. વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામે કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં મેચ રમાશે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ રમાશે. જોકે, અગાઉના શેડ્યૂલ મુજબ ભારત-પાકિસ્તાન મેચ 15 નવેમ્બરે રમાવાની હતી, પરંતુ બાદમાં તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
વર્લ્ડકપમાં ભારતના મુકાબલા
ભારત - ઓસ્ટ્રેલિયા, 8 ઓક્ટોબર, ચેન્નાઈ
ભારત - અફઘાનિસ્તાન, 11 ઓક્ટોબર, દિલ્હી
ભારત - પાકિસ્તાન, 14 ઓક્ટોબર, અમદાવાદ.
ભારત - બાંગ્લાદેશ, 19 ઓક્ટોબર, પુણે
ભારત - ન્યુઝીલેન્ડ, 22 ઓક્ટોબર, ધર્મશાલા
ભારત - ઈંગ્લેન્ડ, 29 ઓક્ટોબર, લખનઉ
ભારત - શ્રીલંકા, 2 નવેમ્બર, મુંબઈ
ભારત - દક્ષિણ આફ્રિકા, 5 નવેમ્બર, કોલકાતા.
ભારત - નેધરલેન્ડ, 11 નવેમ્બર, બેંગલુરુ
46 દિવસ સુધી ચાલશે ટુર્નામેન્ટ
ICC એ 2023 ક્રિકેટ વર્લ્ડકપ શિડ્યૂલની કરેલી જાહેરાત મુજબ 46 દિવસ સુધી ચાલનારા વર્લ્ડકપ મેચમાં કુલ 48 મેચો 12 સ્થળો પર રમાશે. રાઉન્ડ રોબિન લીગ ફોર્મેટમાં રમાનારી આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન યોજાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી ટુર્નામેન્ટની શરૂઆત થશે.
આ મેદાન પર રમાશે મુકાબલા
વર્લ્ડકપ દરમિયાન પ્રેક્ટિસ મેચ સહિત મેચ માટે 12 સ્થળો હશે. આ છે હૈદરાબાદ, અમદાવાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નઈ, લખનઉ, પુણે, બેંગલુરુ, મુંબઈ અને કોલકાતા છે. હૈદરાબાદ ઉપરાંત ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી પ્રેક્ટિસ મેચ રમાશે.