શોધખોળ કરો

IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર, 3 ગુજરાતી સહિત આ રહ્યા જીતના હીરો

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં સાત વિકેટે 176 રન બનાવ્યા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 169 રન જ બનાવી શકી હતી.

ICC T20 World Cup 2024 Final: T20 વર્લ્ડ કપ 2024ની ટાઈટલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ભારતે અજેય રહીને ચેમ્પિયનશિપ જીતી લીધી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં સાત વિકેટે 176 રન બનાવ્યા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 169 રન જ બનાવી શકી હતી. દિલધડક મેચમાં ભારતનો 7 રનથી વિજય થયો હતો. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ  20 રનમાં 3 વિકેટ, જસપ્રીત બુમરાહે 18 રનમાં 2 વિકેટ તથા અર્શદીપ સિંગહે 20 રનમાં 2 વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકા તરફથી કલાસને 27 બોલમાં 52 રનની ઈનિંગ રમી હતી. ક્વિન્ટન ડીકોકે 39 રન, સ્ટબ્લસે 31 રન અને મિલરે 21 રન બનાવ્યા હતા.

 ભારતની જીતના હીરો

  • વિરાટ કોહલીઃ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ભારતે 32 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલીએ 59 બોલમાં 76 રનની ઈનિંગ રમીને ભારતને 176 રન સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
  • જસપ્રીત બુમરાહેઃ સાઉથ આફ્રિકની જીત એક તબક્કે નિશ્ચિત લાગતી હતી ત્યારે બુમરાહે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 18 રન આપી 2 વિકેટ લીધી હતી.
  • અર્શદીપ સિંહઃ અર્શદીપ સિંહે 4 ઓવરમાં 20 રન આપી માર્કરમ અને ડીકોકની વિકેટ લીધી હતી.
  • હાર્દિક પંડ્યાઃ હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 20 રન આપી 3 વિકેટ લીધી હતી. તેણે ભારત માટે ખતરનાક બની રહેલા ક્લાસેન, ડેવિડ મિલર સહિત રબાડાની વિકેટ ઝડપી હતી.
  • અક્ષર પટેલઃ અક્ષર પટેલે બેટિંગમાં ધમાલ મચાવતા 31 બોલમાં 47 રન બનાવ્યા હતા. જે બાદ બોલિંગમાં 1 વિકેટ લીધી હતી. જોકે તે ખર્ચાળ સાબિત થયો હતો.

 T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે 31 બોલમાં 4 છગ્ગાની મદદથી 47 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ ફાઇનલમાં ફોર્મ બતાવ્યું હતું અને 59 બોલમાં 76 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 5 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.

ભારતની પ્લેઇંગ ઇલેવન

  ભારતીય ટીમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. ટીમ ઈન્ડિયા આ પ્રમાણે છેઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ

સાઉથ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન

એઇડન માર્કરામ (કેપ્ટન), , રીઝા હેન્ડ્રીક્સ, ક્વિન્ટન ડી કોક, ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કે જેન્સન, કેશવ મહારાજ, કાગિસો રબાડા, એનરિચ નોર્ખિયા, તબરેજ શમ્સી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખHun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Embed widget