શોધખોળ કરો
Advertisement
ICC ODI Player of the Decade: વિરાટ કોહલી બન્યો દાયકાનો સર્વશ્રેષ્ઠ વનડે ક્રિકેટર
આ દાયકામાં વિરાટ કોહલીનું પ્રદર્શન અદ્ભુત રહ્યું છે. વનડે ક્રિકેટમાં તેણે આ દાયકામાં સૌથી વધારે રન, સૌથી વધારે સેન્ચુરી અને સૌથી વધારે હાફ સેન્ચુરી ફટકારી છે.
આઈસીસીએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને આ દાયગાનો સર્વશ્રેષ્ઠ વનડે ક્રિકેટર પસંદ કર્યો છે. આ દાયકામાં વનડે ક્રિકેટમાં કોહલી એકમાત્ર એવો ક્રિકેટર રહ્યો, જેણે 10,000થી વધારે રન બનાવ્યા છે. ગઈકાલે એટલે કે રવિવારે આઈસીસીએ વિરાટ કોહલીના આ દાયકાના પોતાના ત્રણેય ફોર્મેટની ટીમમાં સ્થાન આપ્યું હતું. ઉપરાંત આઈસીસીએ કોહલીને આ દાયકાની ટેસ્ટ ટીમનો કેપ્ટન પણ બનાવ્યો હતો.
આ દાયકામાં વિરાટ કોહલીનું પ્રદર્શન અદ્ભુત રહ્યું છે. વનડે ક્રિકેટમાં તેણે આ દાયકામાં સૌથી વધારે રન, સૌથી વધારે સેન્ચુરી અને સૌથી વધારે હાફ સેન્ચુરી ફટકારી છે. આ દાયકામાં કોહલીના બેટથી 39 સેન્ચુરી અને 48 હાફ સેન્ચુરી નીકળી છે. ઉપરાંત તેણે 122 કેચ પણ પકડ્યા છે.
આ પહેલા ગઈકાલે એટલે કે વિવારે આઈસીસીએ આ દાકયાની ટેસ્ટ, વનડે અને ટી20 ટીમની જાહેરાત કરી હતી. આઈસીસીએ આ દાયકાની ટેસ્ટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલીને બનાવ્યો હતો, તો વનડે અને ટી20 ટીમમાં કેપ્ટન એમએસ ધોનીને બનાવ્યો હતો. જોકે વિરાટ કોહલી એકમાત્ર એવા ક્રિકેટર છે જેણે આઈસીસીએ આ દાયકાની પોતાનું ત્રણેય ટીમમાં સ્થાન બનાવ્યું છે.
આઈસીસીની આ દાયકાની ટેસ્ટ ટીમમાં ભારતે વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિનને સ્થાન મળ્યું હતું. જ્યારે વનડે ટીમમાં આઈસીસીએ રોહિત શર્મા, વિરાટ કોહલી અને એમએસ ધોનીને સામેલ કર્યા હતા. ઉપરાંત આઈસીસીએ આ દાયકાની ટી20માં ચાર ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું હતું. તેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, એમએસ ધોની અને જસપ્રીત બુમરાહના નામ સામેલ છે.🇮🇳 VIRAT KOHLI is the ICC Men’s ODI Cricketer of the Decade 👏👏 🔝 Only player with 10,000-plus ODI runs in the #ICCAwards period 💯 39 centuries, 48 fifties 🅰️ 61.83 average ✊ 112 catches A run machine 💥🙌 pic.twitter.com/0l0cDy4TYz
— ICC (@ICC) December 28, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement