શોધખોળ કરો

Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 

સુરતમાં રફતારની મજા બ્લોગર માટે મોતની સજા સાબિત થઈ હતી. બ્લોગર હેલ્મેટ વગર પૂરઝડપે સ્પોર્ટસ બાઈક દોડાવી રહ્યો હતો

સુરતમાં રફતારની મજાએ બ્લોગરનો જીવ લીધો હતો. મળતી જાણકારી અનુસાર, સોશલ મીડિયામાં ચમકવા રિલ્સ મુકતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સુરતમાં બન્યો હતો. સુરતમાં રફતારની મજા બ્લોગર માટે મોતની સજા સાબિત થઈ હતી. બ્લોગર હેલ્મેટ વગર પૂરઝડપે સ્પોર્ટસ બાઈક દોડાવી રહ્યો હતો. બ્રેડ લાઈનર બ્રિજ ઊતરતી વખતે બાઈક પરથી કંન્ટ્રોલ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં 18 વર્ષીય પ્રિન્સ પટેલનું મોત થયું હતું.  અકસ્માતમાં પ્રિન્સનું માથું અને ધડ અલગ થઈ જતા મોત થયું હતું. 

પોલીસની તપાસમાં મૃતક પ્રિન્સ બ્લોગર હોવાનો ખુલાસો થયો હતો. મૃતક પ્રિન્સની જૂની રિલ્સ પણ વાયરલ થઈ રહી છે. 13 ઓક્ટોબરની રિલ્સમાં બાઈકની સ્પીડ 140 કિલોમીટરની હતી. મૃતક પ્રિન્સે બાઈક પર Monster લખાવ્યું હતું. 22 સપ્ટેમ્બરે નવી સ્પોર્ટ્સ બાઈક ખરીદી રિલ બનાવી હતી. 2 દિવસ પહેલા બનાવેલી રિલ્સમાં બાઈક માટે 'લેલા' શબ્દનો ઉપયોગ કર્યો હતો. પોલીસે કહ્યું હતું કે હેલ્મેટ વગર વાહન ચલાવી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન મોતનું કારણ બન્યું હતું. એકના એક દિકરાના અકાળે મોતથી પાટીદાર પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. ખટોદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. 

અમદાવાદમાં રફતાર ફરી સાબિત થઈ જીવલેણ

અમદાવાદમાં એસજી હાઈવે પર છારોડી નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક યુવકનું કરુણ મોત થયું હતું. કથન ખડાઈતા નામનો યુવક ગાંધીનગરથી પોતાની ઓફિસ જવા માટે નીકળ્યો હતો. છારોડી નજીક પહોંચતા એક અજાણ્યો વાહન ચાલકે તેની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે યુવક ગંભીર રીતે ઘાયલ થયો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસ અને મૃતક યુવકના પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા. ઘટનાસ્થળે મૃતકના પરિવારજનોનું હૈયાાફાટ રૂદન જોઈ ત્યાં હાજર લોકોની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. ટ્રાફિક પોલીસે અકસ્માત કરનાર અજાણ્યા વાહન ચાલકને શોધી કાઢવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બીજી તરફ ભરૂચમાં સ્ટંટ બાજો બેફામ બન્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં એક યુવકે બાઈક પર જોખમી સ્ટંટ કર્યા હતા. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે યુવક બેફામ અને બેદરકારીભર્યું ડ્રાઇવિંગ કરી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યો છે. નાગરિકો તરફથી માંગ ઉઠી છે કે આવા સ્ટંટબાજોને રોકવા માટે પોલીસે સખત પગલાં લેવા જોઈએ અને પેટ્રોલિંગ વધારવાનું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર
1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર
1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
Embed widget