શોધખોળ કરો

ICC T20 Ranking: સૂર્યકુમાર યાદવ અને વેંકટેશ અય્યરે લગાવી મોટી છલાંગ, ટોપ-10માં એકપણ ભારતીય બોલર નહીં

ICC T20 Ranking: વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 શ્રેણીમાં સૂર્યકુમાર ભારતના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો જ્યારે વેંકટેશ ઐયર બીજા ક્રમે રહ્યો હતો.

ICC T20 Ranking: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ T20 ઈન્ટરનેશનલમાં બેટ્સમેન અને બોલરોનું લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર પ્રદર્શન કરનાર સૂર્યકુમાર યાદવ અને વેંકટેશ અય્યરને  ફાયદો થયો છે. સૂર્યકુમાર યાદવ અને વેંકટેશ અય્યરની ભારતીય મધ્યમ ક્રમની જોડી વેસ્ટ ઈન્ડિઝ સામેના તેમના પ્રભાવશાળી પ્રદર્શનના આધારે બુધવારે બહાર પાડવામાં આવેલી ICC પુરુષોની T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં અનુક્રમે 21મા અને 115મા સ્થાને પહોંચી ગઈ છે.

ભારતે વેસ્ટ ઈન્ડિઝનો 3-0થી વ્હાઇટ વોશ કર્યો તેમાં બંને બેટ્સમેનોએ  શાનદાર પ્રદર્શન કર્યું હતું,  આ શ્રેણીમાં સૂર્યકુમાર ભારતના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો જ્યારે વેંકટેશ ઐયર બીજા ક્રમે રહ્યો હતો. આ પ્રદર્શનને કારણે સૂર્યકુમાર 35 સ્થાનની છલાંગ લગાવીને 21મા સ્થાને પહોંચ્યો હતો જ્યારે અય્યર 203 સ્થાનની છલાંગ લગાવીને 115મા સ્થાને પહોંચ્યો હતો.

કોહલી 10મા ક્રમે યથાવત

કેએલ રાહુલ બે નંબર સરકીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે જ્યારે સિનિયર બેટ્સમેન વિરાટ કોહલીએ બેટ્સમેનોની યાદીમાં તેનું 10મું સ્થાન જાળવી રાખ્યું છે. બોલરો અને ઓલરાઉન્ડરોની યાદીમાં કોઈ પણ ભારતીય ખેલાડી ટોપ 10માં નથી. વેસ્ટ ઈન્ડિઝ માટે બેટથી શાનદાર પ્રદર્શન કરનાર એકમાત્ર ખેલાડી નિકોલસ પૂરન પાંચ સ્થાન આગળ વધીને 13માં નંબરે છે.

ટોપ-2 પર બે પાકિસ્તાની

ટોપ-10 બેટ્સમેનોમાં બાબર આઝમ નંબર વન અને મોહમ્મદ રિઝવાન બીજા નંબરે છે. જ્યારે એડન માર્કરામ ત્રીજા, ડેવિડ મલાન ચોથા અને ડેવોન કોનવે પાંચમા નંબરે છે. બોલરોમાં તબરેઝ શમ્સી પ્રથમ, જોશ હેઝલવુડ બીજા અને આદિલ રાશિદ ત્રીજા નંબરે છે. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે તાજેતરમાં સમાપ્ત થયેલી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પણ રેન્કિંગ પર અસર પડી છે. ઓસ્ટ્રેલિયાનો એશ્ટન અગર બોલરોની ટોચની 10 રેન્કિંગમાં પ્રવેશવામાં સફળ રહ્યો છે અને હાલમાં તે નવમા ક્રમે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget