શોધખોળ કરો

ICC T20 Rankings: બાબર આઝમનો 'તાજ' છીનવાયો, મોહમ્મદ રિઝવાન બન્યો નંબર વન બેટ્સમેન

પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ 1000 દિવસથી વધુ સમય સુધી T20 રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન રહ્યો છે.

ICC T20 Rankings: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની T20 રેન્કિંગમાં મોટો ફેરફાર થયો છે. પાકિસ્તાનનો સ્ટાર ખેલાડી મોહમ્મદ રિઝવાન ICC T20 રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન બની ગયો છે. રિઝવાને પોતાની જ ટીમના કેપ્ટન બાબર આઝમને પાછળ છોડીને આ સ્થાન હાંસલ કર્યું હતું. તાજેતરની રેન્કિંગમાં ભારતના સૂર્યકુમાર યાદવને પણ નુકસાન થયું છે.

પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ 1000 દિવસથી વધુ સમય સુધી T20 રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન રહ્યો છે. પરંતુ T20 ઇન્ટરનેશનલની છેલ્લી 10 ઇનિંગ્સમાં બાબર આઝમ માત્ર બે અડધી સદી ફટકારી શક્યો હતો. એશિયા કપની ત્રણ ઇનિંગ્સમાં બાબર આઝમનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. ખરાબ પ્રદર્શનનું બાબર આઝમને નુકસાન થયું છે. T20 રેન્કિંગમાં તેની બાદશાહત ખત્મ થઇ ગઇ છે.

બીજી તરફ એશિયા કપમાં મોહમ્મદ રિઝવાને શાનદાર રમત બતાવી છે. રિઝવાને એશિયા કપની ત્રણ ઇનિંગ્સમાં 192 રન બનાવ્યા છે. રિઝવાને હોંગકોંગ સામે અણનમ 78 રન બનાવ્યા હતા. આ પછી રિઝવાને ભારત સામે 71 રન બનાવ્યા અને પોતાની ટીમ માટે ફાઇનલમાં સ્થાન નિશ્વિત કર્યું છે. રિઝવાનને પણ રેન્કિંગમાં આ ઇનિંગ્સનો ફાયદો થયો અને તે T20 રેન્કિંગમાં નંબર વન ખેલાડી બની ગયો હતો.

રોહિત શર્માને ફાયદો થયો

રિઝવાન પાકિસ્તાનનો ત્રીજો ખેલાડી છે જે T20 રેન્કિંગમાં નંબર વનનું સ્થાન હાંસલ કરવામાં સફળ રહ્યો છે. આ પહેલા મિસ્બાહ-ઉલ-હક અને બાબર આઝમ T20 રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન રહી ચૂક્યા છે. બાબર આઝમ 1155 દિવસ સુધી T20 રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન રહ્યો હતો.

ભારતનો સૂર્યકુમાર યાદવ એશિયા કપની ચાર ઇનિંગ્સમાં માત્ર એક જ અડધી સદી ફટકારી શક્યો હતો, તેથી તે અગાઉની જેમ 4 નંબર પર યથાવત છે. દક્ષિણ આફ્રિકાનો માર્કરામ ત્રીજા નંબર પર યથાવત છે. ઈંગ્લેન્ડનો ડેવિડ મલાન પહેલાની જેમ પાંચમા નંબર પર યથાવત છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને ત્રણ સ્થાનનો ફાયદો થયો છે અને તે 14માં સ્થાને પહોંચી ગયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન

SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ

2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર

અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'

મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ

Embed widget