શોધખોળ કરો

ICC T20 Rankings: ટી20 રેન્કિંગમાં ચમક્યા સૂર્યકુમાર અને હાર્દિક, બાબર આઝમને મોટુ નુકસાન, જુઓ.........

સૂર્યકુમાર યાદવને તાજા રેન્કિંગમાં એક સ્થાનનો ફાયદો થયો છે, અને હવે તે નંબર ત્રણ પર પહોંચી ગયો છે. સૂર્યકુમાર યાદવના 780 પૉઇન્ટ છે,

ICC T20I Rankings: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ટી20ની તાજા રેન્કિંગને જાહેર કરી દીધી છે. ભારતના સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) અને હાર્દિક પંડ્યાને (Hardik Pandya) આ રેન્કિંગમાં મોટુ ફાયદો થયો છે, બન્ને ખેલાડીઓ ટી20માં ચમક્યા છે. જોકે, પૂર્વ નંબર વન બેટ્સમેન બાબર આઝમને મોટુ નુકસાન થયુ છે. હવે તે ખસકીને ચોથા નંબર પર આવી ગયો છે. પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અત્યારે નંબર વનની પૉઝિશન પર યથાવત છે.

મોહમ્મદ રિઝવાન 825 પૉઇન્ટની સાથે નંબર પર વન બેટ્સમેન બનેલો છે. દક્ષિણ આફ્રિકાનો માર્કરમ 792 પૉઇન્ટની સાથે બીજા નંબર પર છે, જ્યારે સૂર્યકુમાર યાદવને તાજા રેન્કિંગમાં એક સ્થાનનો ફાયદો થયો છે, અને હવે તે નંબર ત્રણ પર પહોંચી ગયો છે. સૂર્યકુમાર યાદવના 780 પૉઇન્ટ છે, અને તે જો આગામી બે મેચોમાં સારુ પ્રદર્શન કરે છે, તો તેની પાસે નંબર બે પર પણ પહોંચવાનો મોકો છે. 

બાબર આઝમને સતત ખરાબ પ્રદર્શનનુ નુકસાન ભોગવવુ પડી રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં બાબર આઝમે ટી20 રેન્કિંગમાં નંબર વનનો તાજ ગુમાવ્યો હતો, આ પછી બાબર હવે ચોથા નંબર પર આવી ગયો છે, અને તેના 771 પૉઇન્ટ છે. ઇંગ્લેન્ડનો ડેવિડ મલાન 725 પૉઇન્ટની સાથે નંબર પાંચ પર છે. 

જબરદસ્ત ફોર્મમાં છે સૂર્યકુમાર યાદવ - 
ત્રણ મહિના પહેલા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કર્યા બાદ હાર્દિક પંડ્યાએ શાનદાર ફોર્મ બતાવ્યુ છે. હાર્દિક પંડ્યાને હવે પોતાના બેસ્ટ પરફોર્મન્સનુ ઇનામ મળ્યુ છે. હાર્દિક પંડ્યા ટી20 ઇન્ટરનેશનલમાં ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં નંબર 5 પર પહોંચી ગયો છે. 

વળી, સૂર્યકુમાર યાદવની વાત કરીએ તો આ વર્ષે ટી20 ઇન્ટરનેશનલમાં તે આ વર્ષે 18 ઇનિંગોમાં 613 રન બનાવી ચૂક્યો છે. આ દરમિયાન સૂર્યકુમાર યાદવની એવરેજ 38.31 ની રહી છે, અને તેનો સ્ટ્રાઇક રેટ 182.44 ની છે. 

હાર્દિક પંડ્યાનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ

ઓસ્ટ્રેલિયા સામે 30 બોલમાં 71 રન બનાવનાર હાર્દિક પંડ્યાએ તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી છે. તે T20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં બે સ્થાનની છલાંગ લગાવીને 5માં સ્થાને પહોંચી ગયો છે. બેટિંગમાં પણ પંડ્યા 23 સ્થાનની છલાંગ લગાવીને 65માં સ્થાને પહોંચી ગયો છે. હાર્દિકને ODI ઓલરાઉન્ડર રેન્કિંગમાં પણ ફાયદો થયો છે અને તે એક સ્થાન આગળ વધીને 13મા સ્થાને પહોંચી ગયો છે.

ભુવનેશ્વર કુમારને નુકસાન

T20 બોલિંગ રેન્કિંગની વાત કરીએ તો ભુવનેશ્વર કુમારને બે સ્થાનનું નુકસાન થયું છે. હવે તે 673 પોઈન્ટ સાથે 9મા સ્થાને સરકી ગયો છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભુવીએ 4 ઓવરમાં 52 રન આપ્યા હતા. નંબર વન પર ઓસ્ટ્રેલિયાનો બોલર જોશ હેઝલવુડ છે જેણે ભારત સામેની મેચમાં બે વિકેટ ઝડપી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking :બનાસકાંઠા જિલ્લાને વહેંચાશે બે ભાગમાં, જુઓ ગેનીબેનનું રિએક્શન| Abp AsmitaNarmda:જમીન વિવાદમાં સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને ઝીંકી દીધો ધડામ કરતો લાફો | Abp AsmitaAhmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?Banaskantha Accident: ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત, ત્રણ લોકોના મોત Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Google Pay અને Phone Payની બાદશાહત થશે ખતમ! હવે આ એપ UPI પેમેન્ટમાં મચાવશે ધમાલ
Google Pay અને Phone Payની બાદશાહત થશે ખતમ! હવે આ એપ UPI પેમેન્ટમાં મચાવશે ધમાલ
New Year 2025: કોન્ડોમથી લઈને દ્રાક્ષ સુધી,નવા વર્ષની રાત્રે ભારતમાં લોકોએ જાણો શું શું કર્યું ઓર્ડર
New Year 2025: કોન્ડોમથી લઈને દ્રાક્ષ સુધી,નવા વર્ષની રાત્રે ભારતમાં લોકોએ જાણો શું શું કર્યું ઓર્ડર
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
Bollywood: સલમાન ખાનને લઈ વર્ષો બાદ એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીએ કર્યો મોટો ખુલાસો, તે મને ટૂંકા કપડા...
Bollywood: સલમાન ખાનને લઈ વર્ષો બાદ એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીએ કર્યો મોટો ખુલાસો, તે મને ટૂંકા કપડા...
Embed widget