ICC Test Rankings 2022: ટેસ્ટ રેન્કિંગમાં બુમરાહની છલાંગ, કોહલીને થયું મોટું નુકસાન
ICC Test Rankings : ફાસ્ટ બોલર બુમરાહે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં 10 વિકેટ ઝડપી હતી. આનાથી તેને રેન્કિંગમાં ફાયદો થયો
ICC Test Rankings : ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હરાવ્યું હતું. ભારતની જીતમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોતાની શાનદાર બોલિંગના કારણે તેણે શ્રીલંકાના ખેલાડીઓને વધુ સમય સુધી બેટિંગ કરવા દીધી ન હતી. આનાથી તેને ICC ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. બુમરાહ ICC બોલરોની ટેસ્ટ રેન્કિંગમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે. તેણે 6 સ્થાનની છલાંગ લગાવી છે. બીજી તરફ શ્રીલંકાના બેટ્સમેન દિમુથ કરુણારત્નેને પણ ફાયદો થયો છે. તેઓ પાંચમા સ્થાને છે.
પેટ કમિંસ પ્રથમ સ્થાને
ફાસ્ટ બોલર બુમરાહે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં 10 વિકેટ ઝડપી હતી. આનાથી તેને રેન્કિંગમાં ફાયદો થયો. બુમરાહ ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં છ સ્થાનની છલાંગ લગાવીને ચોથા નંબર પર પહોંચી ગયો છે. જ્યારે ભારતીય સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિન આ યાદીમાં બીજા સ્થાને યથાવત છે. અશ્વિનના 850 રેટિંગ પોઈન્ટ છે. જ્યારે બુમરાહના 830 રેટિંગ પોઈન્ટ છે. આ યાદીમાં પેટ કમિન્સ પ્રથમ સ્થાને છે. સાઉથ આફ્રિકાનો બોલર કાગીસો રબાડા ત્રીજા નંબર પર છે.
🔹 Jasprit Bumrah breaks into top 5 💪
— ICC (@ICC) March 16, 2022
🔹 Jason Holder reclaims top spot 🔝
🔹 Dimuth Karunaratne rises 📈
Some big movements in the latest @MRFWorldwide ICC Men's Test Player Rankings 🔢
Details 👉 https://t.co/MQENhZlPP8 pic.twitter.com/8OClbDeDtS
બેટ્સમેનોમાં કોહલીને મોટું નુકસાન
બેટ્સમેનોની રેન્કિંગમાં શ્રીલંકાના ખેલાડી દિમુથ કરુણારત્નેને ફાયદો થયો છે. તેઓ ત્રણ સ્થાન આગળ વધીને પાંચમા સ્થાને પહોંચી ગયા છે. જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા છઠ્ઠા સ્થાને યથાવત છે. વિરાટ કોહલીને મોટું નુકસાન થયું છે. તેઓ ચાર સ્થાન સરકીને 9મા નંબર પર આવી ગયા છે. ઋષભ પંત 10મા સ્થાને યથાવત છે.