ICCએ BCCIને આપ્યો મોટો ઝટકો, આ મામલે બોર્ડે સહન કરવી પડશે મોટી સજા
ભારતના પૂર્વ ફાસ્ટ બોલર અને હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મેચ રેફરીની ભૂમિકા અદા કરતા શ્રીનાથે બેંગ્લેરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચને ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ માટે એવરેજથી ઓછી રેટિંગ આપી છે
ICCએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ને મોટો ઝટકો આપ્યો છે. હકિકતમાં ભારતના પૂર્વ ફાસ્ટ બોલર અને હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મેચ રેફરીની ભૂમિકા અદા કરતા જવાગલ શ્રીનાથે બેંગ્લેરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચને ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ માટે એવરેજથી ઓછી રેટિંગ આપી છે. આ રીતે આઈસીસી પિચ અને આઉટફિલ્ડ દેખરેખ પ્રક્રિયા હેઠળ સ્થળને એક ડિમોરેટ અંક પ્રાપ્ત થયો છ. ભારત અને શ્રીલંકાની વચ્ચે અંતિમ ટેસ્ટમાં પહેલા દિવસે 16 વિકેટો પડી હતી અને બેંગ્લોરમાં ત્રણ દિવસની અંદર શ્રીલંકા મેચ હારી ગયું.
બેંગ્લોરની પિચ પર ઉઠ્યા હતા સવાલો
આ અંગે શ્રીનાથે એક નિવેદનમાં કહ્યું, પિચે પહેલા દિવસે જ ઘણો અસતોલ ઉછાળ આપ્યો જો કે દરેક સેશન બાદ થોડો સુધાર થયો, પરંતુ મારા હિસાબે આ બેટ અને બોલનો મુકાબલો નહોતો. શ્રીનાથનો આ રિપોર્ટ ભારતીય ક્રિકેટ કંટ્રોલને મોકલી આપવામાં આવ્યો છે. સંશોધિત આઈસીસી પિચ અને આઉટફીલ્ડ ચકાસણી પ્રક્રિયામાં જેને 4 જાન્યુઆરી 2018ના રોજ રજૂ કરવામાં આવી હતી, જો કોઈ પિચ કે આઉચ ફિલ્ડને ખરાબ તરીકે જાહેર કરવામાં આવે છે તો તે સ્થાનને કેટલાક ડિમેરિટ અંક આપવામાં આવે છે.
ICC એ પણ આપી સજા
તેમણે કહ્યું, એક ડિમેરિટ અંક તે સ્થાનને આપવામાં આવે છે જે પિચોને રેફરી દ્વારા એવરેજથી ઓછીના રૂપમાં રેટિંગ આપ્યું હોય, જ્યારે ત્રણ અને પાંચ ડિમોરિટ અંક તે જગ્યાને આપવામાં આવે છે જેની પિચોને ક્રમશ: ખરાબ અને અનફિટ તરીકે જાહેર કરવામાં આવે છે. આ અંગે આઈસીસીએ કહ્યું, જ્યારે આઉચફીલ્ડને એવરેજ કે તેથી નીચે આંકવામાં આવે છે ત્યારે કોઈ ડિમેરિટ અંક આપવામાં આવતા નથી પરંતુ બે અને પાંચ ડિમેરિટ અંક તે સ્થાનને આપવામાં આવશે જેના આઉટ ફિલ્ડને ક્રમશ: ખરાબ અને અનફિટના રૂપમાં જાહેર કરવામાં આવી છે.
ICCના નિયમો છે ખુબ કડક
નોંધનિય છે કે ડિમેરિટ અંક પાંચ વર્ષની અવધી માટે સક્રિય રહેશે, આઈસીસીએ આગળ કહ્યું, જ્યારે કોઈ સ્થળને પાંચ ડિમેરિટ અંક મળી જાય છે તો તેને 12 મહિનાના સમયગાળા માટે કોઈ પણ આંતરરાષ્ટ્રીય મેચની મેજબાની માટે ગેરલાયક ઠેરવવામાં આવે છે. જ્યારે 10 ડિમેરિટ અંક મળવા પર એક સ્થળને 24 મહિના માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આયોજન પર પ્રતિબંધિત કરવામાં આવે છે.