ICC Test Rankings: અક્ષર પટેલને મળ્યું કેરિયરનું બેસ્ટ રેન્કિંગ, કુલદીપને પણ 19 સ્થાનનો ફાયદો, જુઓ
ટેસ્ટ ક્રિકેટમાં બૉલિંગ ડિપાર્ટમેન્ટમાં ભારતીય ટીમને ખાસ્સુ એવો એવો ફાયદો થયો છે. અક્ષર પટેલની વાત કરીએ તો આ ટેસ્ટ રેન્કિંગમાં અક્ષરને પોતાની ટેસ્ટ કેરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ મળી છે,
ICC Test Rankings: બુધવારે આઇસીસી તરફથી તાજા ટેસ્ટ રેન્કિંગ અપડેટ જાહેર કરી દેવામાં આવ્યુ છે, આમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ (Babar Azam) ખુબ મોટો ફાયદો થયો છે, પરંતુ ખાસ વાત છે કે, આ રેન્કિંગમા ભારતીય ટીમને પણ ખુબ મોટો ફાયદો જોવા મળ્યો છે. આ વખતના ટેસ્ટ રેન્કિંગમાં ભારતના યુવા બૉલર અક્ષર પટેલને કેરિયરનો મોટો જમ્પ મળ્યો છે, અને તે હવે સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પર આવી ગયો છે.
ટેસ્ટ ક્રિકેટમાં બૉલિંગ ડિપાર્ટમેન્ટમાં ભારતીય ટીમને ખાસ્સુ એવો એવો ફાયદો થયો છે. અક્ષર પટેલની વાત કરીએ તો આ ટેસ્ટ રેન્કિંગમાં અક્ષરને પોતાની ટેસ્ટ કેરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ મળી છે, તેને આ વખતે 10 સ્થાનનો ફાયદો થયો છે, એટલે કે હવે 18 નંબરના સ્થાન પર આવી ગયો છે, અક્ષરની સાથે સાથે જાદુઇ સ્પીનર કુલદીપ યાદવને પણ મોટો ફાયદો મળ્યો છે. કુલદીપ 19 સ્થાનનો ફાયદો થયો છે અને હવે તે અત્યારે 49માં રેન્કિંગ પર પહોંચી ગયો છે. બાંગ્લાદેસ સામેની ટેસ્ટ મેચમાં અક્ષર પટેલે બન્ને ઇનિંગમાં મળીને કુલ 5 વિકેટો ઝડપી હતી.
આ બૉલિંગ રેન્કિંગમાં ભારતીય ટીમનો સ્ટાર બૉલર જસપ્રીત બુમરાહ 5માં સ્થાન પર છે, જ્યારે રવિચંદ્નન અશ્વિન 5માં નંબર પર છે, બુમરાહ જોકે છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટથી દુર છે છતાં ટૉપ 10માં સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે, હાલમાં બુમરાહ 820 પૉઇન્ટ સાથે નંબર 4 પર યથાવત છે, જ્યારે અશ્વિન 819 પૉઇન્ટ સાથે નંબર 5 પર પહોંચી ગયો છે, સાથે કહી શકાય કે ભારતીય ટીમના બે બૉલર આ વખતે ફરી એકવાર ટૉપ 10માં સામેલ થવામા સફળ રહ્યાં છે.
ઓલઓવર ટેસ્ટ બૉલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર પેટ કમિન્સ હાલમાં નંબર વનની પૉઝિશન પર છે, અને તેનુ 880 પૉઇન્ટનું રેટિંગ છે. આ પછી બીજા નંબર પર ઇંગ્લેન્ડનો ફાસ્ટ બૉલર જેમ્સ એન્ડરસન છે, તે 835 પૉઇન્ટ તેના પાછળ છે, જ્યારે નંબર 3ની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બૉલ કગિસો રબાડા છે, જેને હાલમાં 824 પૉઇન્ટ છે. જોકે, ખાસ વાત છે કે, બુમરાહ કગિસો કરતાં માત્ર 4 પૉઇન્ટ જ પાછળ છે.