શોધખોળ કરો

PMJAY યોજનામાં ગોબાચારીઃ ગેરરીતિ બદલ 2 ડોક્ટર અને ૫ હોસ્પિટલ સસ્પેન્ડ, ૫૦ લાખનો દંડ

PMJAY scheme irregularities: પ્રિ ઓથ દરમિયાન લેબ રિપોર્ટમાં છેડછાડ, યોજનાની માર્ગદર્શિકા (SOP)નું ઉલ્લંઘન, બી.યુ. અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ સહિતના કારણોસર હોસ્પિટલ્સને સસ્પેન્ડ કરાઇ છે.

Doctors suspended for PMJAY fraud: પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી રાજ્યની કોઇપણ હોસ્પિટલ કે ડૉક્ટરની કામગીરીને સાંખી નહી લેવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે. તાજેતરમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાજ્યના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ્સ અને ડૉક્ટર્સ સામે કડકમાં કડક કાર્યવાહી આરંભી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગતની SAFU(સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ) એ તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને રાજ્યમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલ્સની મુલાકાત કરી હતી. જેના અંતર્ગત ગત અઠવાડિયામાં તા. ૨ ડિસેમ્બર થી ૮ ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં ૫ હોસ્પિટલ અને ૨ ડૉક્ટરની ગેરરીતિઓ સામે આવી છે.

પાટણ જિલ્લાની હિર ચિલ્ડ્રન હોસ્પિટલ , નિષ્કા ચિલ્ડ્ર્ન હોસ્પિટલ અને નિયોનેટલ કેર, દાહોદ જિલ્લાની સોનલ હોસ્પિટલ, અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલ અને અરવલ્લી જિલ્લાની જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં વિવિધ ત્રુટીઓ અને ગેરરીતિ જણાઇ આવતા PMJAY મા યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.

પાટણની હિર હોસ્પિટલમાં મુલાકાત દરમિયાન પ્રી ઓથ દરમિયાન કુલ ૯૧ જેટલા લેબ રિપોર્ટમાં છેડછાડ અને નિઓનેટલ કેરમાં હાયર પેકેજ સિલેક્ટ કર્યા હોવાનું માલુમ પડ્યું . જેથી હિર હોસ્પિટલ અને તેમાં ફરજરત ડૉ. હિરેન પટેલને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હેલ્થ સ્પ્રિંગ ૨૪ પેથોલોજી લેબોરેટરી પાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાયા છે. વધુમાં હોસ્પિટલમાં રૂ. ૫૦,૨૭,૭૦૦ની રીકવરી અને પેનલ્ટી પણ કરાઇ છે.

પાટણની નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીયોનેટલ કેર સેન્ટરમાં પ્રિ ઓથ દરમિયાન કુલ ૬૦ જેટલા રિપોર્ટમાં છેડછાડ અને હોસ્પિટલ દ્વારા જે લેબોરેટરીનું ટાઇઅપ કરેલ છે તેમની પાસે દર્દીના લેબ રીપોર્ટ માંગવામાં આવતા રીપોર્ટ ઉપલબ્ધ ન હોવાનું જણાઇ આવ્યું. જેથી હોસ્પિટલ તેમજ હોસ્પિટલમાં ફરજરત ડૉ. દિવ્યેશ શાહને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુમાં શિવ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી, પાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાઇ છે. હોસ્પિટલને કુલ રૂ. ૧૫,૧૬,૩૫૦ની રીકવરી અને પેનલ્ટી પણ કરવામાં આવી છે.

દાહોદની સોનલ હોસ્પિટલમાં યોજનાની માર્ગદર્શિકા મુજબ મેન પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાનું અને ઇન્ફેક્શન કંટ્રોલને લગતી કામગીરીમાં પણ ઉણપ હોવાનું જણાતા આ હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરાઇ છે.

અમદાવાદની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલમાં ચોથા અને પાંચમાં માળનું બી.યુ. પરમિશન ન હોવાનું, માર્ગદર્શિકા મુજબ સ્ટાફ અને મોડ્યુલર ઓટીનો અભાવ તેમજ કેટલીક એક્ક્ષાપયરી વાળી દવાનો જથ્થો જણાઇ આવતા હોસ્પિટલને બી.યુ. પરમીશન ન મળે તેમજ ઉક્ત ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરાઇ છે.

અરવલ્લીની જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સર્ટીફિકેટ એક્સપાયર્ડ, તેમજ એન.આઇ.સી.યુ.માં માર્ગદર્શિકા મુજબ વ્યવસ્થા જણાઇ ન આવતા આ હોસ્પિટલને પણ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન મળે તેમજ જણાઇ આવેલ ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે.

વધુમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગતની SAFU ટીમ દ્વારા રાજ્યની અન્ય હોસ્પિટલની પણ મુલાકાત કરવામાં આવી છે. આ મુલાકાત દરમિયાનની હોસ્પિટ્લસની રેકોર્ડ ચકાસણી થઇ રહી છે . આ રેકોર્ડમાં યોજનાની માર્ગદર્શિકાનું ક્યાંય પણ ઉલ્લંધન થતું હશે તો આ હોસ્પિટ્લ્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

તાજેતરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગત ગેરરીતિની ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાજ્ય સરકારે યોજના અંતર્ગતની કાર્ડિયો, રેડિયો, કિમો, નીઓનેટલ કેર સહિતની સારવાર માટેની નવી માર્ગદર્શિકા(SOP) બનાવી છે જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, જાન્યુઆરી –૨૦૨૪ થી અત્યારસુધીમાં PMJAY મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ કુલ ૧૨ હોસ્પિટલને સસ્પેન્ડ, ડિએમ્પેન્લ્ડ કરવામાં આવી છે. રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને આ યોજના અંતર્ગત નિ:શુલ્ક સારવાર મળે એ જ રાજ્ય સરકારનો યોજનાના પ્રારંભથી સંકલ્પ રહ્યો છે. આ યોજનાની આડમાં ગેરરીતિ આચરતી હોસ્પિટ્લસ અને ડૉક્ટરની અમાનવીય પ્રવૃતિને કોઇપણ ભોગે સાંખી નહીં લેવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે.

આ પણ વાંચો....

8th Pay Commission News: 8મું પગારપંચ ક્યારથી લાગુ થશે? મોદી સરકારે સંસદમાં આપ્યો જવાબ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
DC vs LSG Live Score: દિલ્હી અને લખનૌ વચ્ચે આજે ટક્કર, જાણો કોણ મારશે બાજી?
DC vs LSG Live Score: દિલ્હી અને લખનૌ વચ્ચે આજે ટક્કર, જાણો કોણ મારશે બાજી?
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Visavadar By Poll News: ગઠબંધન મુદ્દે AAP નેતા ગોપાલ ઈટાલિયાએ 12 કલાકમાં જ સૂર બદલાવીને લીધો યુ-ટર્નGandhinagar news: મદદનીશ કેળવણી નિરીક્ષકોને હવે સીધી નહીં મળે બઢતી!Rajkot KBZ Namkin Fire : રાજકોટની KBZ નમકીનમાં ભીષણ આગ, જુઓ સંપૂર્ણ અહેવાલMahudi Jain Tirth Scuffle : માંગરોળના ધારાસભ્ય ભગવાનજીને મહુડી મંદિરે થયો કડવો અનુભવ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
DC vs LSG Live Score: દિલ્હી અને લખનૌ વચ્ચે આજે ટક્કર, જાણો કોણ મારશે બાજી?
DC vs LSG Live Score: દિલ્હી અને લખનૌ વચ્ચે આજે ટક્કર, જાણો કોણ મારશે બાજી?
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
Embed widget