8th Pay Commission News: 8મું પગારપંચ ક્યારથી લાગુ થશે? મોદી સરકારે સંસદમાં આપ્યો જવાબ
કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટતા કરી છે કે 8મા પગાર પંચની રચનાને લઈને કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ આ વાત સંસદમાં કહી છે.
8th Pay Commission News: કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટતા કરી છે કે 8મા પગાર પંચની રચના અંગે કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, "હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા કેન્દ્રીય પગાર પંચની રચના માટે સરકાર પાસે કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી." આ જવાબ રાજ્યસભાના સાંસદો જાવેદ અલી ખાન અને રામજી લાલ સુમનના પ્રશ્ન પર આપવામાં આવ્યો, જેમણે આગામી બજેટ સત્રમાં 8મા પગાર પંચની જાહેરાત અંગે પૂછ્યું હતું.
સરકારના આ જવાબથી તે કર્મચારીઓ અને પેન્શનરોની આશા પર ફટકો પડ્યો છે જેઓ લાંબા સમયથી પગાર અને પેન્શન વધારાની માંગ કરી રહ્યા હતા. 7મા પગાર પંચની ભલામણો જાન્યુઆરી 2016થી અમલમાં આવી હતી અને ત્યારથી નવા પંચની રચના કરવામાં આવી નથી.
કર્મચારી સંગઠનોનું કહેવું છે કે 10 વર્ષના અંતરાલમાં પગાર પંચની રચના સામાન્ય પ્રક્રિયા છે. 7મા પગાર પંચની રચના ફેબ્રુઆરી 2014માં કરવામાં આવી હતી. તે મુજબ અત્યાર સુધીમાં 8મા પગાર પંચની જાહેરાત થઈ જવી જોઈતી હતી. નેશનલ જોઈન્ટ કન્સલ્ટેટિવ કાઉન્સિલ (NC-JCM)ના સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ ગયા મહિને મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, "8મા પગાર પંચની રચનામાં વિલંબ કરવાનું કોઈ કારણ નથી. અમે સરકાર સમક્ષ આ માંગ ઘણી વખત ઉઠાવી છે. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં નાણા સચિવ સાથેની બેઠક દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો."
મિશ્રાએ આશા વ્યક્ત કરી છે કે ડિસેમ્બરમાં યોજાનારી NC-JCM બેઠકમાં આ અંગે થોડી સ્પષ્ટતા થશે. આ બેઠકમાં સરકાર અને કર્મચારી સંગઠનો વચ્ચે વાતચીત દ્વારા વિવાદોનો ઉકેલ લાવવામાં આવે છે.
નોંધનીય છે કે પગાર પંચની ભલામણો લાગુ કરવાથી સરકારી તિજોરી પર ભારે નાણાકીય દબાણ આવે છે. ઉદાહરણ તરીકે, 7મા પગાર પંચની ભલામણોના પરિણામે નાણાકીય વર્ષ 2017માં રૂ. 1.02 લાખ કરોડનો બોજ પડ્યો હતો. કર્મચારી સંગઠનોને આશા છે કે સરકાર તેમની માંગણીઓ પર વિચાર કરશે અને ટૂંક સમયમાં નક્કર નિર્ણય લેવામાં આવશે.
નાણાકીય નિષ્ણાતો માને છે કે પગાર પંચની સમયસર રચના માત્ર કર્મચારીઓ માટે જરૂરી નથી, પરંતુ તે દેશની આર્થિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન આપે છે. જ્યારે કર્મચારીઓની ખરીદ શક્તિ વધે છે, ત્યારે તેઓ વધુ ખર્ચ કરે છે, જેનાથી બજારમાં માંગ વધે છે.
આ પણ વાંચો....