BCCI News: ટીમ ઈન્ડિયાની ટાઈટલ સ્પોન્સર બની આ કંપની, BCCIના ખજાનામાં થશે કરોડો રુપિયાનો વધારો
BCCI News: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની આવકમાં વધારો થવા જઈ રહ્યો છે. IDFC ફર્સ્ટ બેંકે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સિરીઝના ટાઇટલ અધિકારો પ્રાપ્ત કર્યા છે. બેંક દરેક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મેચ માટે BCCIને 4.2 કરોડ આપશે.
BCCI News: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની આવકમાં વધારો થવા જઈ રહ્યો છે. IDFC ફર્સ્ટ બેંકે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સિરીઝના ટાઇટલ અધિકારો પ્રાપ્ત કર્યા છે. બેંક દરેક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મેચ માટે BCCIને 4.2 કરોડ આપશે. આ અગાઉ ટાઇટલ રાઇટ્સ માસ્ટરકાર્ડ પાસે હતા. માસ્ટર કાર્ડ બીસીસીઆઈને દરેક મેચ માટે 3.8 કરોડ ચૂકવતું હતું. હવે બોર્ડની કમાણીમાં 40 લાખનો વધારો થયો છે. ટાઇટલ રાઇટ્સ બિડની બેઝ પ્રાઇસ 2.4 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી.
🚨 NEWS 🚨
IDFC First acquires title sponsorship rights for all BCCI international and domestic home matches.
Details 🔽 — BCCI (@BCCI) August 25, 2023
ભારતીય ક્રિકેટ ટીમના ટાઈટલ રાઈટ્સ જીતવા માટે હરાજીની બેઝ પ્રાઈસ 2.4 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી, એટલે કે આ રકમથી હરાજી શરૂ થઈ હતી અને IDFC ફર્સ્ટ બેંકની સીધી સ્પર્ધા સોની સ્પોર્ટ્સ સાથે હતી અને બેંકે બિડ જીતી હતી. . અહેવાલો અનુસાર, સોની સ્પોર્ટ્સ સિવાય, અન્ય કોઈ કંપનીએ હરાજીમાં ભાગ લીધો ન હતો. આ અગાઉ માસ્ટરકાર્ડ બીસીસીઆઈને દરેક મેચ માટે 3.8 કરોડ રૂપિયા ચૂકવતું હતું. તેને આ અધિકાર ફિનટેક કંપની પેટીએમ પાસેથી મળ્યો હતો અને બંને કંપનીઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને દરેક મેચ માટે માત્ર રૂ. 3.8 કરોડ ચૂકવતી હતી. આ વખતે IDFC ફર્સ્ટ બેંક દ્વારા 4.2 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. એટલે કે BCCIને છેલ્લી વખતની સરખામણીમાં દરેક મેચ માટે વધારાના 40 લાખ રૂપિયા મળશે.
PayTM એ 2015 માં BCCI ના ટાઇટલ સ્પોન્સર ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા અને દરેક મેચ માટે 2.4 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ સોદો 2019માં પ્રતિ મેચ રૂ. 3.8 કરોડમાં ફરીથી સાઈન કરવામાં આવ્યો હતો. પરંતુ સપ્ટેમ્બરમાં, PayTMએ બોર્ડ સાથેનો સોદો એક વર્ષ બાકી રહેતાં સમાપ્ત કર્યો. જે બાદ BCCIએ માસ્ટરકાર્ડને તેમની સાથે એક વર્ષ માટે કરાર કર્યો હતો.
3 વર્ષ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા
આવતા મહિને બેંક અને BCCI વચ્ચે 3 વર્ષ માટે કરાર થશે. તેની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીથી થશે. આ કરાર ઓગસ્ટ 2026 સુધી ચાલશે અને કુલ 56 આંતરરાષ્ટ્રીય મેચોને આવરી લેશે. આ ટાઈટલ સ્પોન્સરશિપથી બીસીસીઆઈને લગભગ 235 કરોડ રૂપિયાની કમાણી થશે. IDFC ફર્સ્ટ બેંક ઉપરાંત, સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટર કંપની સોની સ્પોર્ટ્સે પણ ટાઇટલ અધિકારો મેળવવામાં ભાગ લીધો હતો. આ સિવાય અન્ય કોઈ કંપનીએ હરાજીમાં ભાગ લીધો ન હતો.