શોધખોળ કરો
Advertisement
CAAના સમર્થનમાં ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી, કહ્યુ- સંયમ સાથે વિચારે ભારતીય
પૂર્વ ભારતીય ક્રિકેટર શાસ્ત્રીએ ગયા વર્ષે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી શરૂ કરવામાં આવેલ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને સ્વચ્છ ભારત અભિયામાં સામેલ થવાનું કહી રહ્યા છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ નાગરિકતા સંશોધન કાયદાને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારતીય નાગરિકોએ સંયમ સાથે આ અંગે વિચાર કરવો જોઇએ. રવિ શાસ્ત્રીએ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ કે, હું ભારત તરફથી ત્યારથી રમી રહ્યો છું જ્યારથી 18 વર્ષનો હતો. મારી ટીમમાં તમામ પ્રકારના લોકો હતા. અલગ અલગ જાતિ, અલગ ધર્મના લોકો હતા. ભારત સરકારે આ અંગે જરૂર વિચાર્યું હશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેટલાક લોકોને એ ડર છે કે તેનાથી તેમને ભારતી અને બિન ભારતીય બનાવી દેવામાં આવશે. જેના જવાબમાં તેમણે કહ્યું કે, મેં ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો નથી પરંતુ હું એ જ રહી રહ્યો છું જે મને લાગે છે. ભારતીયોએ સંયમ સાથે વિચારવું જોઇએ. તમામ લોકોને તેનો ફાયદો થશે.
પૂર્વ ભારતીય ક્રિકેટર શાસ્ત્રીએ ગયા વર્ષે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી શરૂ કરવામાં આવેલ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને સ્વચ્છ ભારત અભિયામાં સામેલ થવાનું કહી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion