શોધખોળ કરો

હતાશ ઓસ્ટ્રેલિયનોએ ક્યા ભારતીય ક્રિકેટરને બિગ મંકી, બિગ ડોગ કહી કર્યો અપમાનિત ? કોણે ભારતીટ ટીમની માગી માફી ?

ટેસ્ટના ચોથા દિવસે ફરી એક વખત ઓસ્ટ્રેલિયાના દર્શકોએ તમામ મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું હતું અને મોહમ્મદ સિરાજ અંગે રંગભેદ અંગે ટિપ્પણી કરવા સાથે અપશબ્દો પણ કહ્યાં હતા.

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું હતું. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટના નુકસાન પર 312 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો.  પેની 39 રને નોટ આઉટ રહ્યો હતો. ગ્રીન 84 રન બનાવી આઉટ થયો હતો.  સ્મિથ 81 રન બનાવી આઉટ થયો હતો.  લાબુશાનેએ 73 રન બનાવ્યા હતા.  ભારત તરફથી સૈની અને અશ્વિનને 2-2 તથા બુમરાહ અને સિરાજને 1-1 સફળતા મળી છે. પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાને 94 રનની લીડ મળી હતી. ઈનિંગની 86મી ઓવર પૂરી થયા બાદ સિરાજ બાઉન્ડ્રી પર ગયો ત્યારે ઓસ્ટ્રેલિયાના દર્શકોએ ગાળો આપી હતી. ટેસ્ટના ચોથા દિવસે ફરી એક વખત ઓસ્ટ્રેલિયાના દર્શકોએ તમામ મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું હતું અને મોહમ્મદ સિરાજ અંગે રંગભેદ અંગે ટિપ્પણી કરવા સાથે અપશબ્દો પણ કહ્યાં હતા.  પ્રેક્ષકોના એક સ્ટેન્ડ પરથી સિરાજને 'બિગ મન્કી' તરીકે બૂમ પાડીને ચીઢવવામાં આવતો હતો. જ્યારે બુમરાહ માટે 'બ્રાઉન ડોગ' જેવા અપશબ્દથી બૂમ પડતી હતી. આ જ પ્રકારની ઘટના મેચના ત્રીજા દિવસે પણ થઈ હતી. જસપ્રીત બુમરાહ અને સિરાજ બન્નેએ આ અંગે ફરિયાદ પણ કરી હતી.  આ અંગે તેણે કેપ્ટનને રહાણેને વાત કરી હતી. જે બાદ રેફરીને વાત કરવામાં આવી હતી અને બંને એમ્પાયરોએ સિરાજે બતાવેલી જગ્યા પર ગયા હતા. પોલીસે પણ ત્યાં તપાસ કરી હતી અને આ માટે આશરે 10 મિનિટ સુધી મેચ સ્થગિત થઈ હતી.  સિરાજની ફરિયાદ બાદ 6 દર્શકોને મેદાન બહાર કરી દેવામાં આવ્યા હતા.  સુરક્ષાકર્મીએ સિરાજ દ્વારા બતાવવામાં આવેલી જગ્યાનું નિરીક્ષણ કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાના દર્શકોની આ પ્રકારની વર્તણૂક અંગે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયા સમક્ષ માફી માંગી છે અને સોશિયલ મીડિયા પર એક નિવેદન આપતા કહ્યું છે કે આ પ્રકારના વ્યવહાર માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની જીરો ટોલરન્સ નીતિ છે. તેમણે દર્શકોને કહ્યું કે જો તમે રંગભેદની ટિપ્પણીઓ કરો છો તો ઓસ્ટ્રેલિયા ક્રિકેટમાં તમારું સ્વાગત નહીં કરવામાં આવે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે બોર્ડ ICC તપાસની રાહ જોઈ રહ્યું છે. એક વખત દોષિતોની ઓળખ કરવામાં આવશે તો તેની સામે પગલા ભરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget