શોધખોળ કરો

IND vs AUS, 1st Test Live: પ્રથમ દિવસની રમત પૂર્ણ, ભારત 77/1, રોહિત શર્મા 56 રને રમતમાંં

IND vs AUS, 1st Test, VCA Stadium: અહીંની પીચ હંમેશા સ્પિનરો માટે ઘણી મદદગાર રહી છે. અહીં પહેલા જ દિવસથી સ્પિનરોને થોડી મદદ મળવા લાગે છે

LIVE

Key Events
IND vs AUS, 1st Test Live: પ્રથમ દિવસની રમત પૂર્ણ, ભારત 77/1, રોહિત શર્મા 56 રને રમતમાંં

Background

India vs Australia 1st Test Probable Playing 11: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગવાસ્કર ટ્રોફીની પ્રથમ મેચ 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. અહીંની પીચ હંમેશા સ્પિનરો માટે ઘણી મદદગાર રહી છે. અહીં પહેલા જ દિવસથી સ્પિનરોને થોડી મદદ મળવા લાગે છે. ત્રીજા-ચોથા દિવસથી સ્પિનરોનો સામનો કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પોતાના પ્લેઈંગ-11માં કેટલા સ્પિનરોનો સમાવેશ કરે છે અને કયા સ્પિનરને સ્થાન મળે છે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.

નાગપુર ટેસ્ટ માટે ભારતીય ટીમમાં ચાર સ્પિનરો છે. આમાંથી બે જણાનું રમવું લગભગ નિશ્ચિત છે. પરંતુ વિકેટની હાલત જોઈને ટીમ ઈન્ડિયા આના પર ત્રણ સ્પિનરોને પણ મેદાનમાં ઉતારી શકે છે. ભારત માટે સૌથી સારી વાત એ છે કે ટીમના ચારમાંથી ત્રણ સ્પિનરો સારી બેટિંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જો તે પ્લેઇંગ-11માં આ સ્પિન ઓલરાઉન્ડરોને સામેલ કરે છે, તો તે બેટિંગમાં ઘણી ઊંડાઈ મેળવી શકે છે.

આર અશ્વિને ટેસ્ટમાં 5 સદી ફટકારી છે

ભારતીય ટીમ આ મેચમાં 6 બેટ્સમેન સાથે ઉતરશે. જો તે બે ફાસ્ટ બોલર અને ત્રણ સ્પિન ઓલરાઉન્ડરને પોતાની સાથે લેશે. આર અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો બીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. બાંગ્લાદેશ સામેની છેલ્લી ટેસ્ટમાં તેણે શાનદાર બેટિંગ કરીને ભારતીય ટીમને જીત અપાવી હતી.

જાડેજા, અક્ષર અને કુલદીપનું પ્રદર્શન પણ શાનદાર છે.

રવિન્દ્ર જાડેજા પણ બોલ અને બેટ સાથે અસાધારણ પ્રદર્શન કરી રહ્યો છે. ટેસ્ટમાં 242 વિકેટની સાથે તેણે ત્રણ સદી પણ ફટકારી છે. અક્ષર પટેલે અત્યાર સુધી માત્ર 8 ટેસ્ટ રમી છે જેમાં તેણે 47 વિકેટ લીધી છે. અક્ષર ભારત માટે નીચલા ક્રમમાં બેટ્સમેન તરીકે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. અહીં ટીમ ઈન્ડિયા પાસે કુલદીપ યાદવનો વિકલ્પ પણ છે, જે હાલમાં શાનદાર ફોર્મમાં છે અને ટીમ ઈન્ડિયાને વિવિધતા આપી શકે છે. કુલદીપ યાદવે વિદેશમાં ભારતની કેટલીક ઐતિહાસિક જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

અશ્વિન અને અક્ષર ચોક્કસ રમશે!

ભારત માટે આ ચારમાંથી કોઈ બે કે ત્રણ બોલરની પસંદગી કરવી મુશ્કેલ કામ હશે. આર અશ્વિન અને અક્ષર પટેલનું રમવાનું નિશ્ચિત છે. જો ભારતીય ટીમ ત્રીજા સ્પિનરને રમાડવા માંગે છે, તો તે કુલદીપ યાદવને પ્રાધાન્ય આપી શકે છે.

16:49 PM (IST)  •  09 Feb 2023

પ્રથમ દિવસે ભારત ઓસ્ટ્રેલિયાથી 100 રન પાછળ

પ્રથમ દિવસના અંતે ભારતે 1 વિકેટ ગુમાવી 77 રન બનાવ્યા છે. કેપ્ટન રોહિત શર્મા 56 રને બેટિંગ કરી રહ્યો છે. કેએલ રાહુલ 20 રન બનાવી આઉટ થયો હતો. ભારત ઓસ્ટ્રેલિયાના સ્કોરથી 100 રન પાછળ છે.

16:08 PM (IST)  •  09 Feb 2023

રોહિત-રાહુલની શાનદાર શરૂઆત

નાગપુર ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય ઓપનર્સે શાનદાર શરૂઆત કરી છે.  18 ઓવરમાં ભારતનો સ્કોર વિના વિકેટ 59 રન છે. રોહિત શર્મા 42 અને કેએલ રાહુલ 16 રને રમતમાં છે.

14:28 PM (IST)  •  09 Feb 2023

બીજા સત્રમાં શું થયું

બીજા સત્રમાં ઓસ્ટ્રેલિયાની ટીમે કુલ 6 વિકેટ ગુમાવીને 98 રન બનાવ્યા હતા. બીજા સત્રમાં રવિન્દ્ર જાડેજાએ કાતિલ બોલિંગ કરી હતી. તેણે બીજા સત્રમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિને 2 વિકેટ લીધી હતી.

13:46 PM (IST)  •  09 Feb 2023

જાડેજાએ બે બોલમાં બે વિકેટ ઝડપી

લંચ બાદ રવિન્દ્ર જાડેજાએ પોતાનો જાદુ બતાવ્યો અને ઓસ્ટ્રેલિયાની ટીમને 84 રનમાં સતત બે વિકેટ ઝડપી હતી. પહેલા તેણે માર્નસ લાબુશેનને 49 રનમાં આઉટ કર્યો. તે પછીના બોલ પર  જાડેજાએ નવા બેટ્સમેન મેટ રેનશોને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો.

11:39 AM (IST)  •  09 Feb 2023

લંચ સુધીમાં ઓસ્ટ્રેલિયાની મક્કમ બેટિંગ

ભારતીય ટીમે નાગપુર ટેસ્ટ મેચના પહેલા દિવસે લંચ સુધી ઓસ્ટ્રેલિયાને દબાણમાં રાખ્યું હતું.  કાંગારૂ ટીમે લંચ સુધી 2 વિકેટ ગુમાવીને 76 રન બનાવી લીધા હતા. હાલમાં સ્ટીવ સ્મિથ 19 અને માર્નસ લાબુશેન 47 રન બનાવીને અણનમ છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણાGovinda Hospitalised | ગોળી વાગતા અભિનેતા ગોવિંદા હોસ્પિટલમાં દાખલ | Breaking News | Bollywood NewsHun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Navratri 2024: શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Embed widget