IND vs AUS 2nd ODI : ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં 99 રને શાનદાર જીત મેળવી, સીરીઝ પર કર્યો કબજો
IND vs AUS 2nd ODI LIVE Score Updates: ભારત અને ઓસ્ટ્રેલિયા આજે સીરીઝની બીજી વનડેમાં આમને સામને ટકરાઇ રહ્યાં છે, આ મેચ ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઇ રહી છે

Background
IND vs AUS 2nd ODI LIVE Score Updates: ભારત અને ઓસ્ટ્રેલિયા આજે સીરીઝની બીજી વનડેમાં આમને સામને ટકરાઇ રહ્યાં છે, આ મેચ ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઇ રહી છે, પ્રથમ મેચમાં જીત સાથે ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચોની વનડે સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. હવે આજની મેચ જીતીને કાંગારુ ટીમ સીરીઝમાં બરાબરી કરવાનો પ્રયાસ કરશે.
ભારતે બીજી વનડે 99 રને જીતી
બીજી વનડેમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવ્યું છે. પ્રથમ રમત રમીને ભારતે શ્રેયસ અય્યર (105), શુભમન ગિલ (104) અને સૂર્યકુમાર યાદવ (અણનમ 72)ની શાનદાર ઇનિંગ્સને કારણે 50 ઓવરમાં 5 વિકેટે 399 રન બનાવ્યા હતા. આ પછી ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 9 ઓવર પછી વરસાદ આવ્યો અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને 33 ઓવરમાં 317 રનનો રિવાઇઝ્ડ ટાર્ગેટ મળ્યો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 217 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી બોલિંગમાં અશ્વિન અને જાડેજાએ કમાલ કરી હતી. બંનેએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
પ્રસિદ્ધ કૃષ્ણાએ સતત બે બોલ પર બે વિકેટ ઝડપી
પ્રસિદ્ધ કૃષ્ણાએ બે બોલમાં બે વિકેટ ઝડપી છે. પ્રથમ બોલમાં મેથ્યુ શોર્ટને 9 રને શિકાર બનાવ્યો અને ફરી સ્ટીવ સ્મિથ શૂન્ય પર પવેલિયન પરત મોકલ્યો હતો. તેણે શાનદાર બોલિંગ કરી છે.




















