શોધખોળ કરો

IND vs AUS: બીજી ટી-20માં સૂર્યકુમાર પાસે કોહલીનો રેકોર્ડ તોડવાની તક, જાણો પિચ રિપોર્ટ

તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં અત્યાર સુધી માત્ર ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. આ મેદાન પરનો સૌથી વધુ સ્કોર 173 રન છે, જે 2019માં ભારત સામે રન ચેઝમાં વેસ્ટ ઈન્ડિઝે બનાવ્યો હતો.

AUS vs IND 2nd T20I:  વર્લ્ડકપ 2023માં ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલી હાર બાદ હાલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ રમાઈ રહી છે, જેમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચ જીતીને 1-0ની લીડ મેળવી લીધી છે. હવે બંને વચ્ચે બીજી ટક્કર 26 નવેમ્બર, રવિવારે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં થશે. આ શ્રેણી દ્વારા સૂર્યકુમાર યાદવ પ્રથમ વખત ભારતની કમાન સંભાળી રહ્યો છે. ચાલો જાણીએ કે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કેવી હશે, ગ્રીનફિલ્ડ પિચ રિપોર્ટ અને બીજી મેચમાં મેચની આગાહી.

પિચ રિપોર્ટ

તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં અત્યાર સુધી માત્ર ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. આ મેદાન પર ઘણા ઉચ્ચ સ્કોર બનાવવામાં આવ્યા નથી. અહીં સૌથી વધુ સ્કોર 173 રન છે, જે 2019માં ભારત સામે રન ચેઝમાં વેસ્ટ ઈન્ડિઝે બનાવ્યો હતો. મેદાન બોલરોને વધુ મદદ કરે છે. ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે આ મેદાન પર T20 ઈન્ટરનેશનલમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ ફિગર (3/32) હાંસલ કર્યો છે. અહીં, T20 ઈન્ટરનેશનલમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર વેસ્ટ ઈન્ડિઝના લિન્ડન સિમોન્સના નામે નોંધાયેલો છે, જેણે 2019માં ભારત સામે 67* રનની અણનમ ઈનિંગ રમી હતી.

મેચ પ્રિડિક્શન

ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં જીત સાથે જે અસર છોડી છે તેને જોતા સ્પષ્ટપણે કહી શકાય કે સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા પર પ્રભુત્વ જમાવશે. પ્રથમ મેચની જેમ ટીમ ઈન્ડિયા બીજી મેચ પણ જીતશે.

સૂર્યકુમાર પાસે કોહલીનો રેકોર્ડ તોડવાની તક

સૂર્યકુમાર પાસે ફરી એકવાર પોતાનો જાદુ બતાવવાનો મોકો છે. તે વિરાટ કોહલીનો એક ખાસ રેકોર્ડ તોડી શકે છે. આ માટે તેને કેટલાક રનની જરૂર છે. સૂર્યકુમાર T20 ઇન્ટરનેશનલમાં 2000 રન પૂરા કરવાની નજીક છે. બાબર આઝમે આ ફોર્મેટમાં સૌથી ઝડપી 2000 રન બનાવ્યા છે. મોહમ્મદ રિઝવાન પણ આ મામલે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે. કોહલી બીજા નંબર પર છે. રિઝવાન અને બાબરે 52 ઇનિંગ્સમાં 2000 રન પૂરા કર્યા છે. જ્યારે કોહલીએ આ માટે 56 ઇનિંગ્સ લીધી છે. સૂર્યાએ 51 ઇનિંગ્સમાં 1921 રન બનાવ્યા છે. તેમને હવે 79 રનની જરૂર છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રૂતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, અવેશ ખાન.

ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, જોશ ઇંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટકીપર અને કેપ્ટન), સીન એબોટ, નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, એડમ ઝમ્પા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?
રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?
Embed widget