IND vs AUS: પિંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ભૂંડી હાર,સિરીઝ 1-1થી બરાબર
IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ એડિલેડ ઓવલ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ એડિલેડ ઓવલ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 19 રનનો ટાર્ગેટ હતો, જે તેણે મેચના ત્રીજા દિવસ (8 ડિસેમ્બર)ના પ્રથમ સેશનમાં સરળતાથી હાંસલ કરી લીધો હતો. નાથન મેકસ્વીની 10 અને ઉસ્માન ખ્વાજા 9 રન બનાવીને અણનમ રહ્યા હતા. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 14 ડિસેમ્બરથી બ્રિસબેનમાં રમાશે.
Massive win in Adelaide for Australia as they level the series 1-1 💪#WTC25 | #AUSvIND 📝: https://t.co/D4QfJY2DY1 pic.twitter.com/RXZusN98wU
— ICC (@ICC) December 8, 2024
બીજા દાવમાં પણ ભારતીય બેટ્સમેનોએ શરમજનક પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ભારત બીજા દાવમાં માત્ર 175 રન જ બનાવી શક્યું હતું. તમને જણાવી દઈએ કે આ પિંક બોલ ટેસ્ટમાં ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે યજમાન ટીમ ઓસ્ટ્રેલિયા તેની પ્રથમ ઈનિંગમાં 337 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવના આધારે 157 રનની લીડ મળી હતી જે ભારતીય ટીમને ભારે પડી હતી.
ભારતીય ટીમે ત્રીજા દિવસે 5 વિકેટના નુકસાન પર 128ના સ્કોર સાથે પોતાનો દાવ આગળ ધપાવ્યો હતો. ત્રીજા દિવસની પહેલી જ ઓવરમાં રિષભ પંતે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. નીતિશ રેડ્ડી એક છેડેથી મક્કમ રહ્યો પરંતુ ભારતીય દાવને મોટા સ્કોર સુધી લઈ જઈ શક્યો નહીં. જો કાંગારૂ ટીમ જીતશે તો એડિલેડમાં પિંક-બોલ ટેસ્ટ મેચોમાં તેની જીતનો સિલસિલો ચાલુ રહેશે. ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં અત્યાર સુધીમાં 7 પિંક બોલ ટેસ્ટ રમી છે અને દરેક વખતે તે જીત્યું છે.
પેટ કમિન્સે કહેર વર્તાવ્યો
જ્યારે મિચેલ સ્ટાર્કે પ્રથમ દાવમાં ભારતીય બેટિંગ પર પ્રહાર કર્યો હતો, ત્યારે આ વખતે પેટ કમિન્સે ઈનિંગમાં 5 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈન અપને હચમચાવી દીધી હતી. કમિન્સે બીજી ઇનિંગમાં કેએલ રાહુલ, રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિન અને હર્ષિત રાણાની વિકેટ લીધી હતી. તેની સૌથી ખાસ વિકેટ નીતીશ રેડ્ડીની હતી, જે સારા ટચમાં દેખાતો હતો. કમિન્સે શાનદાર સેટ અપ કર્યું અને થર્ડ મેન તરફ કેચ કરાવ્યો.
ભારત ભલે માત્ર 19 રનનો ટાર્ગેટ આપી શક્યું હોય, પરંતુ ભારતીય ક્રિકેટને નીતીશ રેડ્ડીના રૂપમાં વર્લ્ડ ક્લાસ ઓલરાઉન્ડર ખેલાડી ચોક્કસપણે મળ્યો છે. રેડ્ડી બોલિંગમાં બહુ અસરકારક સાબિત થયો ન હતો, પરંતુ તે એડિલેડ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ભારત માટે સૌથી વધુ સ્કોરર રહ્યો હતો.
ભારત પ્લેઇંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિચંદ્રન અશ્વિન, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ-11
પેટ કમિન્સ (કેપ્ટન), નાથન મેકસ્વીની, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને સ્કોટ બોલેન્ડ.
આ પણ વાંચો....