IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે લગભગ નક્કી ભારતીય પ્લેઇંગ-11, આ ખેલાડીઓને મળશે સ્થાન
IND vs AUS Adelaide Test: ટીમ ઈન્ડિયાનું ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ ભારતે વોર્મ અપ મેચ પણ જીતી લીધી છે.
IND vs AUS Adelaide Test: ટીમ ઈન્ડિયાનું ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ ભારતે વોર્મ અપ મેચ પણ જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પ્રાઈમ મિનિસ્ટર ઈલેવનને 6 વિકેટે હરાવ્યું હતું. હવે શ્રેણીની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. આ મેચ માટે ભારતની પ્લેઈંગ ઈલેવન લગભગ નક્કી છે. ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓનું સ્થાન લગભગ ફાઇનલ છે જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની સાથે શુભમન ગિલનું નામ પણ સામેલ છે.
Pink-ball mode: Activated 🚨
— ICC (@ICC) December 1, 2024
India geared up for the upcoming Day-Night Test with a warm-up game against the Prime Minister’s XI 🏏#WTC25 | #AUSvIND pic.twitter.com/734m6tXfkh
ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં કેપ્ટન રોહિત શર્મા રમ્યો ન હતો. તે સમયે તે મુંબઈમાં હતો. પરંતુ હવે તેણે વાપસી કરી છે. રોહિતનો પણ પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવશે. રોહિતની સાથે ગિલ પણ વાપસી કરશે. ઈજાના કારણે શુભમન પ્રથમ ટેસ્ટ રમી શક્યો ન હતો. ગિલે વોર્મ-અપ મેચમાં 50 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન 7 ચોગ્ગા ફટકાર્યા હતા.
હર્ષિત રાણાનું સ્થાન લગભગ નિશ્ચિત
બીજી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં હર્ષિત રાણાનું સ્થાન લગભગ નિશ્ચિત છે. તેણે વોર્મ-અપ મેચમાં ઘાતક બોલિંગ કરી હતી. તેણે 6 ઓવરમાં 44 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. રાણાએ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં પણ પોતાની ક્ષમતા દેખાડી હતી. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ દરમિયાન તેણે 3 વિકેટ ઝડપી હતી. તેણે બીજી ઇનિંગ્સમાં 1 વિકેટ લીધી હતી. આ સાથે વોશિંગ્ટન સુંદરને પણ મેદાનમાં ઉતરવાની તક મળી શકે છે.
ટીમ ઈન્ડિયા આ ખેલાડીઓને ડ્રોપ કરી શકે છે.
ગિલ અને રોહિતની વાપસીથી બે ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર જવું પડી શકે છે. આમાં પહેલું નામ દેવદત્ત પડ્ડિકલનું છે. પર્થ ટેસ્ટમાં તે કંઈ ખાસ કરી શક્યો નહોતો. ધ્રુવ જુરેલને પણ બ્રેક આપવામાં આવી શકે છે.
ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ