IND vs AUS, 2nd Test: કેએલ રાહુલે હવામાં છલાંગ લગાવી એક હાથે ઝડપ્યો શાનદાર કેચ, જુઓ વીડિયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ આજે દિલ્હીમાં રમાઈ રહી છે. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો છે.
![IND vs AUS, 2nd Test: કેએલ રાહુલે હવામાં છલાંગ લગાવી એક હાથે ઝડપ્યો શાનદાર કેચ, જુઓ વીડિયો IND vs AUS, 2nd Test: one-handed stunner from kl rahul to end Usman Khawaja inning IND vs AUS, 2nd Test: કેએલ રાહુલે હવામાં છલાંગ લગાવી એક હાથે ઝડપ્યો શાનદાર કેચ, જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/17/984f5e1df220a9d2c4ed71a230170f09167662450960476_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND vs AUS, 2nd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ આજે દિલ્હીમાં રમાઈ રહી છે. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ ટી બ્રેક સમયે 6 વિકેટના નુકસાન પર 199 રન બનાવી લીધા છે. ઉસ્માન ખ્વાજાએ 81 રનની ઈનિંગ રમી હતી. જાડેજાની ઓવરમાં રિવર્સ સ્વિપ મારતી વખતે કેએલ રાહુલે હવામાં છલાંગ લગાવીને તેનો કેચ ઝડપ્યો હતો.
ICYMI - WHAT. A. CATCH 😯😯
— BCCI (@BCCI) February 17, 2023
WOW. A one-handed stunner from @klrahul to end Usman Khawaja’s enterprising stay!#INDvAUS pic.twitter.com/ODnHQ2BPIK
જાડેજાએ શું કર્યો કમાલ
જાડેજાએ આજે ઓસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજાને 81 રન પર આઉટ કરવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં 250મી વિકેટ ઝડપી હતી. તે ભારત તરફથી ટેસ્ટમાં સૌથી ઝડપી 250 વિકેટ અને 2500 રન બનાવનારો પ્રથમ ભારતીય અને વિશ્વનો બીજો ક્રિકેટર બન્યો હતો.
અશ્વિને શું બનાવ્યો રેકોર્ડ
અશ્વિને એલેક્સ કેરીને ખાતું પણ ખોલવા દીધું નહોતું. મેચમાં તેની આ ત્રીજી વિકેટ હતી. આ સાથે તે ઓસ્ટ્રેલિયા સામે 100 વિકેટ લેનારો બોલર બન્યો હતો.
પુજારાની 100મી ટેસ્ટ
ભારતનો અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારા ટેસ્ટ કેરિયરની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. આ સાથે પુજારા ભારત તરફથી 100 ટેસ્ટ મેચ રમાનારો પ્રથમ ગુજરાતી ક્રિકેટર બની ગયો છે. ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ મેચ રમવામાં સચિન તેંડુલકર મોખરે છે. તેણે 200 ટેસ્ટ રમી છે.
ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ રમનારા ખેલાડી
- સચિન તેંડુલકર, 200 ટેસ્ટ, 15921 રન
- રાહુલ દ્રવિડ, 163 ટેસ્ટ, 13265 રન
- વીવીએસ લક્ષ્મણ, 134 ટેસ્ટ, 8781 રન
- અનિલ કુંબલે, 132 ટેસ્ટ
- કિપલ દેવ, 131 ટેસ્ટ, 5248 રન
- સુનીલ ગાવસ્કર, 125 ટેસ્ટ, 10,122 રન
- દિલીપ વેંગસરકર, 116 ટેસ્ટ, 6868 રન
- સૌરવ ગાંગુલી, 113 ટેસ્ટ, 7212 રન
- વિરાટ કોહલી, 105 ટેસ્ટ, 8131 રન
- ઈશાંત શર્મા, 105 ટેસ્ટ
- હરભજન સિંહ, 103 ટેસ્ટ
- વિરેન્દ્ર સહેવાગ, 103 ટેસ્ટ, 8503 રન
ગુજરાત તરફથી સૌથી વધુ ટેસ્ટ રમનારા ખેલાડી
- ચેતેશ્વર પુજારા, 100 ટેસ્ટ
- ઝહીર ખાન, 92 ટેસ્ટ
- રવિન્દ્ર જાડેજા, 62 ટેસ્ટ
- કિરણ મોરે, 49 ટેસ્ટ
- નયન મોંગિયા, 44 ટેસ્ટ
- રાજેશ ચૌહાણ, 40 ટેસ્ટ
- અંશુમાન ગાયકવાડ, 40 ટેસ્ટ
ભારતીય ટીમમાં એક બદલાવ
ટીમ ઈન્ડિયામાં આજની મેચમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવના બદલે શ્રેયસ અય્યરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, શ્રીકર ભરત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ
ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન
ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, પીટર હેંડસકોંબ, એલ્ક્સ કેરી, પેટ કમિંસ, ટોડ મર્ફી, નાથન લાયન, મેથ્યૂ કુહેમાન
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)