IND vs AUS 3rd ODI Live Score: 9 વર્ષ પછી સિડનીમાં ભારતની જીત, ઓસ્ટ્રેલિયાને તેના જ મેદાનમાં 9 વિકેટથી હરાવ્યું
IND vs AUS 3rd ODI Live Score Updates: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વનડેનો લાઈવ સ્કોર અને તમામ મુખ્ય અપડેટ્સ તમને અહીં જાણવા મળશે.
LIVE

Background
IND vs AUS 3rd ODI Live Score Updates: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ત્રીજી વનડે રમાઈ રહી છે. મિશેલ માર્શની આગેવાની હેઠળ ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં 2-0થી અજેય લીડ ધરાવે છે. આજે ટોસ જીતવો મહત્વપૂર્ણ રહેશે, કારણ કે ભારત છેલ્લા 17 સતત વનડેમાં ટોસ હારી ગયું છે. પર્થ અને એડિલેડમાં રમાયેલી બંને મેચમાં હારનું મુખ્ય કારણ ટોસ હારવું હતું.
કેટલી મહત્વપૂર્ણ છે આ મેચ?
ઓસ્ટ્રેલિયા પર્થ અને એડિલેડમાં રમાયેલી પહેલી અને બીજી વનડે જીતીને શ્રેણી જીતી ચૂક્યું છે. હવે, ભારત સન્માન માટે લડી રહ્યું છે. જો ભારત આ મેચ પણ હારી જાય છે, તો ઇતિહાસમાં પહેલી વાર એવું બનશે કે ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે ODI શ્રેણીમાં ભારતને ક્લીન સ્વીપ કરશે.
IND vs AUS 3rd ODI Live: વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકારીને જીત અપાવી
38.3 ઓવર - નાથન એલિસનો બાઉન્સર, વિરાટ કોહલીએ તેને વિકેટકીપરના માથા ઉપરથી ફટકાર્યો અને બોલ સીમા પાર કરી ગયો. આ ચાર સાથે, ભારતે 9 વિકેટથી મેચ જીતી લીધી.
રોહિત શર્મા સદીની નજીક
રોહિત શર્મા તેની સદીથી 11 રન દૂર છે. ભારતનો વિજય લગભગ નિશ્ચિત છે. 30 ઓવર રમાઈ ચૂકી છે.
ભારતનો સ્કોર - 183/૧ (30 ઓવર)
રોહિત શર્મા - 89 (92)
વિરાટ કોહલી - 53 (63)
ભારતને જીતવા માટે 54 રનની જરૂર છે - 120 બોલ




















