IND vs AUS: ત્રીજી ટી20 માં આવી હોઈ શકે ભારત-ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની ત્રીજી મેચ આવતીકાલે એટલે કે મંગળવાર, 28 નવેમ્બરના રોજ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
IND vs AUS 3rd T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની ત્રીજી મેચ આવતીકાલે એટલે કે મંગળવાર, 28 નવેમ્બરના રોજ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ શ્રેણીની શરૂઆતની મેચો જીતીને 2-0ની લીડ મેળવી લીધી છે. હવે સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળની ભારતીય ટીમ સતત ત્રીજી મેચ જીતીને શ્રેણી જીતવા માંગશે. ઓસ્ટ્રેલિયા મેચ જીતીને શ્રેણી જાળવી રાખવા માંગશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કેવી હશે.
પિચ રિપોર્ટ
ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી માત્ર ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. અહીંની પીચ બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. પીચ ગતિ અને ઉછાળને ટેકો આપે છે, જે બેટ્સમેન માટે બોલને મધ્યમાં લાવવાનું સરળ બનાવે છે. T20 ઇન્ટરનેશનલમાં અહીંનો હાઇ સ્કોર 237 રન છે, જે ભારતે 2022માં દક્ષિણ આફ્રિકા સામે બનાવ્યો હતો.
સપાટ પીચ અને ઝડપી આઉટફિલ્ડ મેદાન પર મોટા સ્કોર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. અહીં માત્ર ઉચ્ચ સ્કોરિંગ મેચોની અપેક્ષા રાખી શકાય છે. અહીં ઝડપી બોલરોને સીમ અને સ્વિંગમાં વધુ મદદ મળતી નથી, જ્યારે સ્પિનરોને ટર્ન મળે છે.
મેચ પ્રિડિક્શન
ટીમ ઈન્ડિયાએ શ્રેણીની શરૂઆતથી જ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. બીજી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 235 રન બનાવીને એકતરફી જીત નોંધાવી હતી. આવી સ્થિતિમાં, અમારું પ્રિડિક્શન મીટર કહે છે કે ટીમ ઈન્ડિયા ત્રીજી મેચ જીતીને સિરીઝ પર કબજો કરશે.
ત્રીજી T20 માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણા.
ત્રીજી T20 માટે ઓસ્ટ્રેલિયાની સંભવિત ઈલેવન
સ્ટીવ સ્મિથ, મેથ્યુ શોર્ટ/ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લીસ, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ વેડ (કેપ્ટન અને વિકેટકીપર), સીન એબોટ, નાથન એલિસ, એડમ ઝમ્પા, તનવીર સાંઘા.
ભારતીય ટીમે બીજી T20 મા પણ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. આ વખતે તિરુવનંતપુરમમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 235 રન બનાવ્યા જે ઓસ્ટ્રેલિયા માટે મોટો પડકાર સાબિત થયો. ઓસ્ટ્રેલિયા તરફથી માર્ક સ્ટોઇનિસે 45 રનની ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમને મદદ કરી શક્યો ન હતો. ભારત તરફથી રવિ બિશ્નોઈ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 3-3 વિકેટ લીધી હતી.