શોધખોળ કરો
Advertisement
અશ્વિન સવારે વાંકો વળીને બૂટની દોરી પણ નહોતો બાંધી શકતો, પીઠમાં ભયંકર દુઃખાવાથી પિડાતો હતો છતાં...
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતની પાંચ વિકેટ પડી ગયા પછી અશ્વિને હનુમા વિહારી સાથે મળી સળંગ 43 ઓવર સુધી બેટિંગ કરી મેચને ડ્રોમાં લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ ડ્રોમાં લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અશ્વિને કમરના અસહ્ય દુઃખાવો હોવા છતાં બેટિંગ કરી હતી. આ મામલે અશ્વિનની પત્ની પ્રીતિએ ટ્વીટમાં જણાવ્યું હતું કે અશ્વિનને ગઈકાલ રાતથી પીઠમાં એટલોબધો દુઃખાવો હતો કે તે સવારે માંડ માંડ ઊભો થઈ શક્યો હતો. તે વળીને પોતાના બૂટની દોરી પણ બાંધી શકે તેવી સ્થિતિમાં પણ ન હતો. આ અસહ્ય દુઃખાવાની વચ્ચે પણ તેણે મેચ બચાવવા માટે દુઃખાવો હોવા છતાં શાનદાર યોગદાન આપ્યું તે જરબજસ્ત વાત છે. મારા સહિત સમગ્ર દેશના ક્રિકેટ પ્રેમીઓ તેના આ યોગદાનને હંમેશા યાદ રાખશે.
પ્રીતિ સતત ટ્વીટર દ્વારા ભારતીય ક્રિકેટરો અને ટીમના ચાહરો સાથે સંપર્કમાં રહી હતી અને અશ્વિનના દુખાવા અને તકલીફની વાત ચાહકો સુધા પહોંચાડી હતી.
નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતની પાંચ વિકેટ પડી ગયા પછી અશ્વિને હનુમા વિહારી સાથે મળી સળંગ 43 ઓવર સુધી બેટિંગ કરી મેચને ડ્રોમાં લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આ બેટિંગ દરમિયાન અશ્વિન અને વિહારી બન્નેએ છઠ્ઠી વિકેટ માટે અણનમ 62 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી. અશ્વિને અને હનુમા વિહારીએ ઓસ્ટ્રેલિયન બોલરોને હંફાવી દીધા હતા અને જરાય ફાવવા દીધા ન હતા. આ જ કારણે ઓસ્ટ્રેલિયાની જીતની બાજી આ બન્નેએ ડ્રોમાં ફેરવી નાંખી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion